જામનગર શહેરમાં જી.જી હોસ્પિટલ સામેના રોડ ઉપર સતત ટ્રાફિક રહેતો હોય આ ટ્રાફિકને અડચણ થાય તે રીતે દુકાનદારો દ્વારા કાઉન્ટર સહિત માલ સામાન બહાર ખડકી દેવાયો હતો. આ બાબતને ધ્યાને લઈ એસ્ટેટ શાખાની ટીમ દ્વારા આજે આ રોડ ઉપરથી દબાણો દૂર કરવા ઓપરેશન હાથ ધરાયું
.
શહેરમાં જીજી હોસ્પિટલ સામેના રોડ ઉપર ટ્રાંફિકને અડચણ થાય તે રીતે ગેરકાયદેસર દબાણો ખડકી દેવાયા હતા. જેના કારણ ટ્રાફીક સમસ્યા ઉદભવી હતી. જે અંગે મહાનગરપાલિકાના કમિશનરની સૂચના હેઠળ એસ્ટેટ શાખાની ટીમ દ્વારા આજે ફરીથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
શહેરમાં હનુમાનગેટ પોલીસ ચોકીથી ડિકેવી કોલેજ તરફના રોડ ઉપર જી.જી હોસ્પિટલની સામે ટ્રાફિકને અડચણ થાય તે રીતે રોડ ઉપર દુકાનદારો દ્વારા કાઉન્ટરો સહિતનો માલ સામાન રાખી વેચાણ કરતા હોય જેને લઈને અને ટ્રાફિકને અડચણ થતી હોય તે બાબતને ધ્યાને લઈ એસ્ટેટ શાખાની ટીમ દ્વારા વેપારીઓના બે મોટા કાઉન્ટરો, કેરેટ સહિત જુદા જુદા માલ સામાન જપ્ત કરેલ હતો. વેપારીઓને ફરી પાછો માલ સામાન ન રાખવા એસ્ટેટ શાખાના અધિકારી દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી. આ રોડ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.