રાજકોટ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહાનગરપાલિકા દ્વારા સદીઓ જુના પૌરાણિક અને અતિ પવિત્ર સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે આજે મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મંદિર આસપાસના વિસ્તારમાંથી કુલ 30 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજી નદીના પટ્ટમાં બિરાજમાન પવિત્ર રામનાથ મહાદેવ મંદિર ખાતે રોજના હજારો ભાવિકો દર્શનાર્થે આવે છે, ત્યારે અનેકવાર ગંદકી દૂર કરવાની રજૂઆતો મળ્યા બાદ કોઈ નક્કર કાર્યવાહી થતી ન હતી. જોકે ગઈકાલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા આદેશ અપાયા બાદ આજરોજ તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરીને તમામ ગંદકી દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં દર 8-10 દિવસમાં એકવાર સફાઈ કરવાની ખાતરી આપવામાં આવી હતી.
ઇલેક્ટ્રિક બસના ચાર્જીંગ સ્ટેશનની મુલાકાત લેતા