શહેરા નગરપાલિકાએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નગરપાલિકાએ ડોર-ટુ-ડોર કચરા એકત્રીકરણ માટે નવી ઈ-રિક્ષાનું લોકાર્પણ કર્યું છે. આ પહેલ Mercury EV Tech Limited સાથેના સહયોગથી શક્ય બની છે. કાર્યક્રમમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ
.
મર્ક્યુરી ઈવી ટેક લિમિટેડે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવતા આ ઈ-રિક્ષા પ્રદાન કરી છે. આ પહેલથી શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ મળશે. નગરપાલિકા દ્વારા સઘન સફાઈ અભિયાન હેઠળ આ ઈ-રિક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. નગરપાલિકાએ ‘આપણું શહેરા… સ્વચ્છ શહેરા’ અંતર્ગત સફાઈ સારથીઓ દ્વારા સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ કર્યો છે. આ પહેલથી શહેરની સ્વચ્છતા જાળવણી વધુ અસરકારક બનશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.







