આણંદના એક ગામની સીમમાં એકલા રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘુસેલા બે શખ્સોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના મુદ્દામાલની લૂંટ કરીને બંને ફરાર થયાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે દુષ
.
PM રિપોર્ટમાં હત્યા અને દુષ્ક્રમ થયાનું સામે આવ્યું આણંદ તાલુકાના એક ગામમાં એકલાં રહેતાં 70 વર્ષીય મહિલાનું ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું. આ અંગેની ફરીયાદ મળતાં પોલીસે એ.ડી દાખલ કરી, વૃદ્ધાના મૃતદેહને પી.એમ અર્થે મોકલી આપ્યો હતો. જેના પી.એમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉપરાંત આ વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યાં હતાં. તેમજ મૃતક વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી કિંમત રૂપિયા 50,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂપિયા 1500 મળીને કુલ રૂપિયા 51,500 નો મુદ્દામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યા ઇસમોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ દોરી જેવી વસ્તુ વડે ગળુ દબાવીને મોતને ઘાટ ઉતાર્યાં હોવાનું અને ત્યારબાદ લૂંટ કરી ભાગી ગયાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો આ અંગે મૃતકના જમાઈની ફરીયાદને આધારે વિદ્યાનગર પોલીસે અજાણ્યાં શખ્સો વિરૂદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 64(1), 66, 103(1), 309(6), 311 મુજબનો ગુનો નોંધ્યો હતો અને ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વિદ્યાનગર પોલીસ તેમજ આણંદ એલ.સી.બી પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસની આ બંને ટીમોએ અલગ-અલગ વ્યક્તિઓની પુછપરછ કરી હતી. તેમજ હ્યુમન-ટેકનીકલ ઈન્ટેલિજન્સ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બે શંકાસ્પદોના નામ બહાર આવ્યાં હતાં.
બન્ને આરોપીઓને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આણંદ એલ.સી.બી પોલીસે આ બંને શંકાસ્પદો પૈકી ઈમ્તિયાઝ ઇકબાલભાઈ રાઠોડ (રહે. કસુંબાડ, તા.બોરસદ, જી.આણંદ) ની વિરસદ ખાતેથી અટકાયત કરી હતી. આ ઈમ્તિયાઝ પાસેથી લૂંટમાં ગયેલ મૃતક વૃદ્ધાનો મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે આ ઈમ્તિયાઝની પુછપરછ કરતાં, તેણે પોતાના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ ચૌહાણ (રહે. આશાપુરી માતાજીવાળુ ફળીયુ, કસુંબાડ, તા.બોરસદ, જી.આણંદ) સાથે મળીને આ ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી. જેના આધારે વિદ્યાનગર પોલીસે આજરોજ મોડી સાંજના સમયે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી ચિરાગભાઈ ઠાકોરભાઇ બબુભાઈ ચૌહાણને પણ અંધારીયા-મોગરી રોડ ઉપરથી પકડી પાડી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ
DySPએ શું કહ્યું ? આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ જણાવે છે કે, ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ આણંદ પંથકમાં એક મહિલાનું તેના ઘરમાં જ અગમ્ય કારણોસર મોત નિપજ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે એ.ડી નોંધી, મહિલાના મૃતદેહનું પેનલ ડૉક્ટરથી પી.એમ કરાવ્યું હતું. જેમાં આ મહિલાનું દુષ્કર્મ કરી ગળું દબાવી મર્ડર કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી વિદ્યાનગર પોલીસે રોબરી વિથ મર્ડર અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. આ ઘટના જ્યાં બની ત્યાં આસપાસના વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતા બે આરોપીઓની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. આણંદ એલ.સી.બી અને વિદ્યાનગર પોલીસે આ બંને આરોપીઓને એરેસ્ટ કર્યાં છે.