ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો પર ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે ઉત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું.
.
જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોક ગાયક અનિરુદ્ધ આહિરે પોતાના કલાકાર વૃંદ સાથે રજૂઆત કરી. રાત્રિના સમયે યોજાયેલા આ કાર્યક્રમમાં ઠંડીનું વાતાવરણ અને મધુર સંગીતનો અનોખો સમન્વય જોવા મળ્યો.

કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ સંગઠનોના પદાધિકારીઓની હાજરી નોંધપાત્ર રહી. સાથે જ પાટણની જનતાએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. અનિરુદ્ધ આહિરના લોકગીતોએ પ્રાચીન વારસો ધરાવતી રાણીની વાવને સંગીતમય બનાવી દીધી.
