સુરતમાં સતત ને સતત અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, જેમાં બે કારચાલકોએ અકસ્માત સર્જ્યા હતા. જેમાં એક યોગીચોક તેમજ એક લસકાણા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. યોગી ચોક વિસ્તારમાં આજે એક નબીરા કાર ચાલકે પાર્ક કારને મોરે મોરો અથડાવી હતી. આ ઘટના CC
.
કાર ચાલકે બેફામ રીતે કાર હંકારીને અકસ્માત સર્જ્યા શહેરમાં સતત વધતા અકસ્માતોની ઘટનામાં વાહન ચાલકો ને ગંભીર ઈજા ના પહોંચે તે માટે સુરત પોલીસ દ્વારા બાઈક પર હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ, બાઈકચાલકો સુરક્ષિત ના હોય તેમ સુરતના યોગીચોક અને લસકાણા વિસ્તારમાં કાર ચાલકે બેફામ રીતે કાર હંકારીને અકસ્માત સર્જ્યા હતા.
નબીરાએ પાર્કિંગ કરેલી કારમાં મોરેમોરો આપ્યો યોગીચોક વિસ્તારમાં બપોરના સમયે રોડ પર એક કાર પાર્ક કરવામાં આવી હતી તેની આજુબાજુમાં ત્રણ જેટલી અન્ય બાઇક પણ પાર્ક કરવામાં આવી હતી. એક નબીરો બેફામ રીતે કાર ચલાવી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ગફલતભરી રીતે કારનું ડ્રાઇવિંગ કરતા રોડ કાંઠે પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં મોરે મોરો આપી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતની ઘટના બનતા જ નબીરો ત્યાં કાર મૂકી નાસી છૂટ્યો હતો.
આ ઘટનામાં ઢાંક પીછોડો કરવા માટે તેમના વાલીઓ તાત્કાલિક રીતે ત્યાં દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ ઘટનાને પગલે પોલીસને જાણ કરી હતી. વાલીઓ લાજવા ને બદલે ગાજ્યા હતા, જે પણ ખર્ચો થાય તે ખર્ચો આપી દેવા અમે તૈયાર છીએ હાલ આ મામલે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

લસકાણામાં અકસ્માત સર્જ્યા બાદ કાર પલટી મારી ગઈ હતી લસકાણા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં BRTS રૂટની અંદર કારચાલકે બેફામ કાર હંકારી બેથી ત્રણ બાઈક ચાલકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા સહિત ત્રણ લોકોને પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં કાર અકસ્માત સર્જ્યા બાદ પલટી મારી ગઈ હતી અને ડ્રાઇવરને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બનતા તાત્કાલિક કે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી