વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી ડિપાર્ટમેન્ટ ઓફ રૂરલ સ્ટડીઝમાં ગતરોજ તા. 10 જાન્યુઆરીએ ડૉ. શ્યામપ્રસાદ મુખર્જીના જીવન અને યોગદાન પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મૌલાના અબુલ કલામ આઝાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલક
.
પરિષદમાં ડૉ. સરૂપ પ્રસાદ ઘોષ, યુએન ESCAPના ડેપ્યુટી હેડ રાજન રત્ન અને પત્રકાર ઉદય મહુરકરએ ડૉ. મુખર્જીના રાષ્ટ્રવાદ અને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણ વિશે વક્તવ્ય આપ્યા હતા. ડૉ. અશ્વિન પટેલે ‘એક રાષ્ટ્ર, એક બંધારણ અને એક ધ્વજ’ના આદર્શ વિશે વાત કરી, જ્યારે ડૉ. પ્રગતી બંદોપાધ્યાય અને ડૉ. અત્રાયી સહાએ અનુક્રમે અખંડ ભારત અને ઔદ્યોગિક સુધારાઓ માટેના ડૉ. મુખર્જીના વિઝન વિશે ચર્ચા કરી હતી.
પરિષદમાં કુલ 166 વિદ્યાર્થીઓ અને 44 અધ્યાપકોએ ભાગ લીધો હતો. ડૉ. ભરત ઠાકરે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને ભારતના વિભાજન સમયે લોકોની યાતનાઓ દૂર કરવા માટેના પ્રયત્નો વિશે વિશ્લેષણ રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે દિવ્યાંગ આચાર્યએ દેશની સફળતા માટે સંસ્કૃતિ અને ઇતિહાસની જાગૃતિના મહત્વ વિશે ચર્ચા કરી હતી. પરિષદનું સમાપન ચર્ચા અને પ્રશ્નોત્તરી સત્ર સાથે થયું, જેમાં નવા સંશોધનને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.