અરબી સમુદ્રના કિનારે સાહસવૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા પોરબંદરના દરિયામાં ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા જે દેશભરના સી સ્વિમરો માટે થઇ રહી છે. આ આયોજન છેલ્લા 23 વર્ષ શ્રી રામ સી સ્વિમિંગ ક
.
પોરબંદર દ્વારા નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન પોરબંદરના આંગણે થઈ રહ્યું છે. ત્યારે આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા 1 કિ.મી., 2.કિ.મી., 5 કિ.મી, 10.કિ.મી.ની વિવિધ વય જૂથની કેટેગરીવાઈઝ 6-10, 10-14, 14-30, 30-45, 45-60 અને 60થી ઉપરની વય જૂથના ભાઈઓ તથા બહેનો, બાળકો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ આ સ્પર્ધાઓ યોજાશે. જેમાં સ્વિમિંગની વિવિધ સ્પર્ધામાં 1149 અને પેરા સ્વિમરમાં 49 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આ સ્વિમિંગ સ્પર્ધામાં કુલ 11 રાજ્યોથી વયજૂથ મુજબ ભાગ લેશે.
આ ઉપરાંત ટ્રાએથોલોનનુ આયોજન તા. 4 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે, જેમાં પણ દેશભરમાંથી 84 જેટલા સ્પર્ધક ભાગ લેશે. જેમાં સુપર સ્પ્રિન્ટ ટ્રાએથોલન, સ્પ્રિન્ટ ટ્રાએથોલન અને સ્ટાન્ડર્ડ ટ્રાએથોલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાષ્ટ્રીયકક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા અને ટ્રાએથોલનને શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાને લઇ તમામ વિગત આપવામાં આવી હતી.