પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં પ્રાકૃતિક ખેતીના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિબિરમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત
.
તજજ્ઞોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને બીજામૃત બનાવવાની પદ્ધતિ સમજાવી હતી. સાથે જ મોડેલ ફાર્મ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આત્મા પ્રોજેક્ટ, એનએફએમએસ પ્રોજેક્ટ, ખેતીવાડી ખાતા અને એફટીસીની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતોએ આ તમામ યોજનાઓના લાભો વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી.