નવસારીના વિજલપોરના આંબેડકરનગર ગરનાળું ખુલ્લું કરવાની વાતો વચ્ચે કાદવ, પાણી પૂર્ણતઃ નહીં ઉલેચાતા અવરજવર શરૂ થઈ શકી નથી. નવસારીના વિજલપોરમાં પૂર્વથી પશ્ચિમ બાજુ જવા ભારે મુશ્કેલી છે. ભૂતકાળમાં અહીંની રેલવે ફાટક બંધ હોય ત્યારે ફાટક નજીકનું ગરનાળું ખુલ્લું હતું તેથી અગવડ પડતી ન હતી,જોકે ગરનાળામાં પાણી ભરાઈ ગયું અને ચારેક વર્ષથી અવરજવર બંધ થઈ છે. આ સ્થિતિમાં દક્ષિણ બાજુએ આંબેડકર નગરથી શ્યામનગર જતું ગરનાળું નાના દ્વિચક્રી વાહનો માટે ઉપયોગી થાય એમ છે. ચોમાસામાં તો શકાય નથી પણ ચોમાસુ વીતતાં ગરનાળું ખુલ્લું કરવાની તજવીજ તંત્રે શરૂ કરી, જોકે હજુ ગરનાળામાનો કાદવ અને પાણી બરાબર હજુ ઉલેચી શકાયો નથી અને અવરજવર શક્ય બની નથી. ગરનાળું ખુલ્લું થઈ રહ્યું હોવાની જાહેરાતને લઇ અનેક લોકો અટવાઈ પણ રહ્યા છે.
Source link