નવસારી જિલ્લાને અડીને આવેલા બોરીયાચ ગામ પાસેના ટોલનાકા પર વાહનોનો ટેક્સમાં અધધ વધારો થતા જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારાની સંભાવના જોવામાં આવી રહી છે, જેને લઇને આજે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય
.
ટોલટેક્સના વધારા સામે હાઇવે ઉપર સુવિધા નથી, ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે. જર્જરીત રોડ રસ્તા હોવા છતાં પણ સરકાર ટોલટેક્સ કઈ રીતે વધારી શકે તેને લઈને પ્રશ્નાર્થ ઉભો કર્યો હતો. સરકાર દ્વારા ટોલટેક્સ ઉપર 75% નો વધારો ઝીંકી દેતા તમામ ઉદ્યોગ ધંધા ઉપર વિપરીત અસર થવાની સંભાવનાને જોતા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને સંબોધન કરતો એક આવેદન જિલ્લા કલેકટર આગરીને આપ્યું હતું. સાથે જ રોડ રસ્તાની જે હાલત છે તેમાં પણ મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સાથે જ વેપારીઓ રજૂઆત કરી હતી કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા 1 ટકાનો આજીવન વાહનવેરો ઝીંકવામાં આવ્યો છે, જેની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈને ધી નવસારી ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વેપારી આલમ અને નગરજનોના હિતમાં તેઓ વિરોધ નોંધાવ્યો હતો આ નિર્ણયને પાલિકા પડતો મૂકે તેવી પણ તેમણે માંગ કરી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજુ દેરાસરિયા જણાવે છે કે આજે અમે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જેમાં અમે જે ટોલટેક્સ વધ્યો છે,તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ ફક્ત અમે નહીં પરંતુ નવસારી જિલ્લાની તમામ જનતા આ વધારાનો વિરોધ કરીએ છીએ જો વધારો પાછો ખેંચવામાં ન આવે તો અમે ગાંધીજીએ માર્ગે આંદોલન કરશું.