નવસારી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ માટે કુલ 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ રકમમાંથી 10 કરોડ રૂપિયા શહેરના સૌંદર્યકરણ માટે અને બાકીના 10 કરોડ રૂપિયા કચેરી વિકાસ માટે ફાળવવામાં આવ્યાં છે.
.
મહાનગરપાલિકાના આયોજન મુજબ, શહેરના વિવિધ જાહેર સ્થળોએ આકર્ષક અને નયનરમ્ય પેઇન્ટિંગ્સ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત વોકવે ગાર્ડન અને શહેરની વિવિધ કચેરીઓની આસપાસના ગાર્ડનમાં કલાત્મક પેઇન્ટિંગ્સ કરવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા નજીકના સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેના માધ્યમથી સૌંદર્યકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટથી શહેરની સુંદરતામાં નોંધપાત્ર વધારો થશે અને નાગરિકોને એક સુંદર અને આકર્ષક વાતાવરણ મળશે.