પૂણા ખાતે નાગરિક સુવિધા કેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી રહ્યું છે યોગ્ય કામગીરી ન થતાં હોવાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને ઉઘાડતી સ્કૂલોમાં એડમિશન ની પ્રક્રિયા માટે ખૂબ જ જરૂરી એવા આવક ના દાખલાના દસ્તાવેજ નું કામ કરવા માટે વાલીઓ વ
.
બબ્બે દિવસથી ધર્મના ધક્કા
પુણાગામ નાગરિક સુવિધા કેન્દ્ર પર બે દિવસથી નેટ બંધ છે. જેના કારણે આવકનાં દાખલા નીકળતા નથી. આવી અસહ્ય ગરમીમાં અવાકનાં દાખલા માટે વલખા મારતા બાળકો, વૃદ્ધો અને માઁ બહેનો સવારનાં 7 વાગ્યાં થી રાહ જોતા બેસી રહ્યાં છે. શાળાનું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે નવી શાળાઓમાં બાળકો એડમિશન કરાવી રહ્યા છે ત્યારે આવકના દાખલા જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજની ખૂબ જરૂર હોય છે જેને કારણે લોકો લાઈનમાં ઊભા રહીને આવકનો દાખલો કઢાવી રહ્યા છે, પરંતુ નાગરિક સુવિધા કેન્દ્ર ઉપર કલાકો રહ્યા બાદ પણ સર્ટિફિકેટ મળી રહ્યા નથી.
વડીલો પણ સવારે 7:00 વાગ્યાના આવીને ઊભા રહે છે
વિપુલ સુહાગીયાએ જણાવ્યું કે પુણાગામ નાગરિક સુવિધા કેન્દ્ર પર પહોંચ્યા હતાં, લોકો સાથે વાતચીત દરમિયાન માલુમ પડ્યું કે બે દિવસથી નેટ બંધ છે, જેણે કારણે આવકનાં દાખલા નીકળતા નથી. લોકોને સવારે 7 વાગ્યાથી લાઈન લગાવીને નેટ ચાલુ થવાની રાહ જોઈ રહ્યાં છે. એકવીસમી સદીમાં પણ ગુજરાત સરકારનું નેટ બે બે દિવસ બંધ હોય જે ખૂબ જ ખોટું કહેવાય. કેટલાય વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, વૃદ્ધો વિગેરે ભુખા તરસ્યા સવારનાં 7 વાગ્યાંથી નેટ ચાલુ થવાની રાહ માં બેઠા છે. 2-3 દિવસ પછી સ્કૂલો ચાલુ થશે, અને નેટ બંધ નાં અભાવે આવકનાં દાખલા જ નહીં નીકળશે તો વિદ્યાર્થીઓના ભણતર નું શું? શું સરકાર આની જવાબદારી લેશે? શું સરકાર પોતાની નાકામી કબૂલશે? તેવો વેધક પ્રશ્ન ‘આપ’ નાં કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાએ કર્યો હતો.