દેશ-વિદેશ સહિત રાજ્યમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી
.
31 ડિસેમ્બરની રાત્રે સમગ્ર વિશ્વમાં નવા વર્ષનું હટકે સેલિબ્રેશન કરાયું. ક્યાંક ભવ્ય આતશબાજી સાથે તો ક્યાંક ડાન્સ પાર્ટી સાથે લોકોએ સેલિબ્રેશન કર્યું. ભારત પહેલા ચીન, મલેશિયા, સિંગાપોર, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. ભારતમાં પણ મુંબઈ, ગોવા, દિલ્હી સહિત અનેક શહેરોમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં પણ 2024ને બાય બાય કહી 2025નું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, જૂનાગઢ, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ડાન્સ પાર્ટીમાં યુવાનોએ હિન્દી અને પંજાબી ગીતો પર ઠુમકા લગાવ્યા. સુરક્ષાના ભાગરૂપે મોટા શહેરમાં પોલીસ પણ ખડેપગે રહી હતી.