સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં 3 નવજાત બાળકો જે જન્મથી જ ખોડખાંપણ ધરાવતા હતા તેઓની સફળ સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી હોસ્પિટલના સિનિયર સર્જનો દ્વારા કરવામાં આવી હતી
.
સયાજી હોસ્પિટલમાં અવાર-નવાર જટીલ સર્જરીઓ કરવામાં આવતી હોય છે, જેમાં દર્દીઓને નવજીવન આપવામાં આવતું હોય છે. હાલમાં બાળ રોગમાં 3 બાળકોને દાખલ કરી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. જન્મજાત એક શીશુને ડાયાફ્રેમેટિક હર્નિયા જેવી બિમારી ધરાવતુ હતું. આ બાળકનું જન્મના ત્રીજા દિવસે ઓપરેશન કરવામાં આવ્યું હતું,
ઓપરેશન બાદ તેને રજા આપવામાં આવી હતી. બીજા બાળકને જન્મજાત ઉદરપટલને લગતું હર્નિયા હતું. બાળકનું જન્મના 17મા દિવસે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ 29મા દિવસે રજા આપવામાં આવી. ત્રીજંુ બાળક ઈલિયાલ એટ્રેસિયા: પ્રીટર્મ એલબીડબ્લ્યુ ધરાવતુ હતું. જન્મના 4થા દિવસે ઓપરેશન કર્યા બાદ 25મા દિવસે રજા આપવામાં આવી હતી.