નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનમાં એમડેસ ફર્નિચર એન્ડ ઇન્ટીરિયર ડિઝાઇનના 2021ની બેચના વિદ્યાર્થી અભિજીત શશિકુમારે ગ્રેજ્યુએશન પ્રોજેક્ટ માટે ‘અઠમ રોકિંગ ચેર’ની ડિઝાઈન કરી હતી. જેને ઇન્ટરનેશનલ ડિઝાઇન એવોર્ડ્સમાં હોમ એન્ડ લિવિંગ/ફર્નિચર કેટેગરીમાં સ્થાન પ
.
‘અઠમ લાઉન્જ ચેર’ની ખાસિયત એ છે કે તે કેરળની પરંપરાગત કલા અને વસ્તુઓને સ્કેન્ડિનેવિયન સૌંદર્યશાસ્ત્ર સાથે સંયોજિત કરીને એક અનોખું અને કલાતીત સ્વરૂપ આપે છે. લાંબા સમય સુધી ટકી રહે તે માટે ડિઝાઇન કરાયેલી આ ચેરનો પાયો પરંપરાગત જોઇનરી સાથે બનાવવામાં આવ્યો છે. સીટ, બેકરેસ્ટ અને સપોર્ટ ફ્રેમ્સ એવી રીતે એસેમ્બલ કરવામાં આવ્યા છે કે તેને સરળતાથી છૂટા પાડી શકાય છે અને જરૂર પડે ત્યારે રિપેર કે બદલી શકાય છે. વિભાજિત બેકરેસ્ટ એર્ગોનોમિક બેઠક માટે જરૂરી જટિલ કમ્પાઉન્ડ કર્વ્સનું અનુકરણ કરીને આરામદાયક બેઠક પ્રદાન કરે છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/06/9fd7e367262641b1341bd9eecc00e7d1_1738825080.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/06/ac4dd28931f7da490c1319123dc4045e_1738825068.jpg)