જૂનાગઢ સહિત સોરઠનાં તાપમાનમાં ઘટાડો થતાં બુધવારે વાતાવરણમાં એકંદરે ઠંડક રહી હતી જેને લઈને લોકોએ રાહત અનુભવી હતી. સોમવારે રાત્રિનું તાપમાન 26.8 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે 2.6 ડિગ્રીના ઘટાડા સાથે રાત્રે તાપમાન 24.2 ડિગ્રી રહ્યું હતું. રાત્રે શરૂ થયેલી ઠ
.
સવારનું તાપમાન ઘટવાની સાથે વાતાવરણમાં ભેજ પણ ઘટીને 43 ટકા થઈ ગયો હતો. ત્યારે બપોરના વાતાવરણમાં 9 ટકા ભેજ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. દરમિયાન પવનની ઝડપ પણ ઘટીને પ્રતિ કલાકે 5.9 કિલોમીટરની રહી હતી. આમ બુધવારે ગરમીની જગ્યાએ એકંદરે ઠંડક રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આગામી તારીખ 21 માર્ચથી 10 દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની હવામાન શાસ્ત્રીએ આગાહી કરી છે.