અમદાવાદથી હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ધીમી ગતિએ 5 દિવસ દરમિયાન તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.
.
અમદાવાદમાં લઘુતમ 16 ડિગ્રી તાપમાન રહેશે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ગાંધીનગરમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરના 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાય એવી શક્યતા છે.
નલિયામાં 8 ડિગ્રી તાપમાન રહેશે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નલિયામાં 8.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જે આગામી 24 કલાકમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે તેવી શક્યતા છે. પવનની દિશા દક્ષિણ પૂર્વ તરફથી પૂર્વ દિશા તરફ રહેશે.