સુરતમાં પોલીસ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. દિવાળી અને નવા વર્ષ નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સંઘવીએ કહ્યું હતું કે, વ્યાજના દૂષણ, ડ્રગ્સ કે દીકરીઓને ફસાવનાર સામેની લડાઈમાં 365 દિવસ પ
.
સફળતા માટે જે કરવું પડે એ કરો- ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ સુધી પહોંચવું જ કેમ પડે? એવા માતા-પિતા માટે તો દીકરા-દીકરી બનીને પોલીસ પરિવારે જરૂરી સહયોગી બનીને મદદગાર બનવું જોઈએ. વ્યાજના દૂષણ, ડ્રગ્સ સામેની લડાઈ હોય કે દીકરીઓને ફસાવનાર સામેની લડાઈ હોય. આ લડાઈના કોઈ અભિયાન ન હોઈ શકે. આ દૂષણ ફેલાવનારની સામે આજીવન 365 દિવસ પોલીસનું અભિયાન એક વોર સ્વરૂપે ચાલવું જોઈએ અને તેમાં સફળતા માત્ર ને માત્ર પોલીસને જ મળવી જોઈએ. એ સફળતા માટે જે કરવું પડે એ કરવું જોઈએ.
સમાજની વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ પોલીસની ઉમેર્યું હતું કે, બુકોમાં લખાયેલો જેમ કાયદો હોય છે ને એમ, સમાજમાં લખાયેલી વ્યવસ્થા સાચવવાની જવાબદારી આપણા પર છે. બુકોમાં લખાયેલો કાયદો સાચવવો જ જોઈએ, પણ સમાજમાં લખાયેલી વ્યવસ્થાઓ સાચવવાની જવાબદારી આપણે સહુ લોકોએ નિભાવવી જોઈએ. આ નવા વર્ષે સંકલ્પ લેવાનો છે કે મારા વિસ્તારમાં ડ્રગ્સ ન પકડાઈ ન શકે, મારા વિસ્તારમાં પાનના ગલ્લા પર કે ચાની લારી પર બેસીને મારા વિસ્તારની દીકરીઓને છંછેડે, કોઈ ઈશારો કરે એવી હિંમત મારા વિસ્તારમાં ન જ થવી જોઈએ.
સંઘવીએ પોલીસને કહ્યું- ઘટના રોકવાની જવાબદારી તમારી ઉમેર્યું હતું કે, તમે ગમે એટલા સારા કામ કરો પરંતુ તમારા વિસ્તારમાં આ રિપિટેડ ઘટના બને નવા વર્ષના દિવસે આપણા માટે સારી વાત નથી.આ રિપિટેડ ઘટનાઓ બનતી હોય ત્યાં સીપીએ કોઈપણ ભલામણ સાંભળવી ન જોઈએ. એનો હિસાબ થવો જોઈએ. કારણ કે ઘટના રોકવાની જવાબદારી તમારી છે. તમારા વિસ્તારમાં આ ઘટના રેગ્યુલર બને છે તો પીઆઈ એક જ આન્સરેબલ નથી, પીએસઆઈ કે કોન્સ્ટેબલ આન્સરેબલ નથી. ઉપરના તમામ અધિકારી તેના માટે જવાબદાર છે.
વિક્રમ સંવત અંગે પૂર્વભૂમિકા બાંધી કાર્યક્રમમાં સુરત ઉપરાંત સુરત રેન્જ પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તેમજ રેન્જ IG પ્રેમવીરસિંગ સહિત જોઈન્ટ CP, DCP, ACP PI સહિતના અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે,1000 વર્ષ પહેલાં એક વાક્ય પ્રચલિત થઇ હતી કે, અવંતીમાં હોય તો પાટણમાં કેમ નહીં. રાજા સિદ્ધરાજ સોલંકીના વિજય પછી વિક્રમ સંવતની શરૂઆત થઈ. ત્યારબાદ વેપાર કે પછી સારા મુહૂર્તની શરૂઆત વિક્રમ સંવતના કેલેન્ડરની મદદથી કરતા હોઈએ છે. 2081ના સંવતના નૂતન વર્ષની હું સૌ પોલીસ અધિકારીને શુભકામના આપું છું. આજે રૂટિન વ્યવસ્થાઓમાંથી વિક્રમ સંવતની સમજ ઓછી થઈ રહી છે. પીસી લઇને સીપી સુધી આપણે આપણી પરિવારની વ્યવસ્થામાં વધુમાં વધુ કઇ બાબત ઉમેરી શકીએ તેની ચિંતા કરવી જોઈએ.
સામાજિક સમસ્યા દૂર કરવા ગંભીરતાથી કામગીરી કરવી તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ જ્યારે રાત્રે ઘરે જાય ત્યારે તેની સાથે બનેલી આખો દિવસની ઘટના ન લઈ જાય તે આપણે જોવું જોઈએ. પોલીસ ઘરે આવ્યા બાદ સામાન્ય નાગરિકની જીવન જીવી શકીએ, તે દિશામાં આપણે સ્ટાફને ટ્રેનિંગ આપવી જોઈએ. અલગ-અલગ જગ્યા પર અલગ અલગ માધ્યમથી પોલીસ પોઝિટિવ થિંકિંગ તરફ આગળ વધે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. ગઈ કાલે એક સૂચન કરતાં જ સુરત પોલીસ અનાથ આશ્રમના બાળકોને વૃદ્ધાશ્રમના લોકોને મળવાના કામે લાગી અને તેનાથી હજારો ચહેરા પર સ્મિત આવ્યું. સામાજિક દૂષણોને દૂર કરવાનું કામ નવા વર્ષમાં કરવાનું છે. લોકોની સામાજિક સમસ્યા દૂર કરવા માટે આપણે ગંભીરતાથી કામગીરી આપણે કરવી જોઈએ.
પોલીસે જ દીકરા તરીકે તાત્કાલિક જવાબદાર સામે કાર્યવાહી કરવી સાથે તેઓએ કહ્યું હતું કે,સામાજિક અનેક સમસ્યાના અમુક કામ એવા છે કે સમય અનુસાર એક્શન ન લેવામાં આવે તો એક વ્યક્તિને બચાવવામાં સામેના આખા પરિવાર મુશ્કેલીમાં મુકાય છે. રોમિયોની હેરાનગતિમાં કોઈના પણ માતા-પિતાએ પોલીસ કમિશ્નર કે હોમ મિનિસ્ટર સુધી પહોંચવું ન જોઈએ. પોલીસે જ દીકરા તરીકે તાત્કાલિક જવાબદાર સામે કાર્યવાહી કરવી જોઈએ. બુકમાં લખાયેલા કાયદાની સાથે સમાજમાં લખાયેલી બાબતોનું પાલન થવું જોઈએ. તમે ગમે એટલા સારા કામ કરો, ત્યાં એક વખત બનેલી ઘટના રિપીટ થાય તો કામગીરીની મતલબ નથી. એકની એક ઘટના વારંવાર બને તો માત્ર પીઆઈ, પીએસઆઈ કે કોન્સ્ટેબલ નહીં પણ ઉપરી તમામ અધિકારી જવાબદાર છે. એક પણ કલંકરૂપ ઘટના ન બને તે સંકલ્પ લઈને આપણે નવા વર્ષની શરૂઆત કરવાની છે.