ઓપન એનએ કરેલ જમીનમાં રેસ્ટોરન્ટ ઉભી કરતાં બોરીયા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારાઈ હતી. સાત દિવસમાં બાંધકામના પૂરાવા રજૂ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
.
હિંમતનગર શહેરને અડીને આવેલ બોરીયા ખુરાદ ગામની સીમમાં નેશનલ હાઇવે ઉપર ઓપન એનએ કરેલ જમીનમાં કેફે સેવન નામની રેસ્ટોરન્ટ ઉભી કરી દેવામાં આવી છે આ રેસ્ટોરન્ટના બાંધકામ અંગે કોઈપણ પુરાવા બોરિયા ખુરાદ ગ્રામ પંચાયતમાં રજૂ નહીં કરતા બોરીયા ખુરાદ ગ્રામ પંચાયતના તલાટી જીગર પટેલે રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી છે અને દિન સાતમાં રેસ્ટોરન્ટના બાંધકામના પુરાવા ગ્રામ પંચાયતમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. તલાટી જીગર પટેલે જણાવ્યું હતું કે દિન સાતમાં રેસ્ટોરન્ટના બાંધકામ અંગે પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો નિયમો અનુસારની કાર્યવાહી કરાશે.