નવસારીમાંથી નકલી CMO અધિકારી ઝડપાયો
.
રાજ્યમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો. નવસારી પોલીસે નકલી CMO અધિકારી નિતેશ ચૌધરીની ધરપકડ કરી. આરોપી પ્રાંત અધિકારીને ખોટી ઓળખ આપી જમીનનું કામ કરાવતો હતો. નવસારી પ્રાંત અધિકારીને અંધારામાં રાખી તેમની પાસેથી કેટલાક કામ કઢાવવા જતાં આરોપી પકડાઈ ગયો હતો.
પાયલ ગોટીએ કૌશિક વેકરીયા પાસે ન્યાયની માંગ કરી
અમરેલી લેટરકાંડ મુદ્દે પાયલ ગોટીએ કૌશિક વેકરીયાને જ પત્ર લખી ન્યાયની માંગ કરી. સાથે જ પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો. જેલમુક્ત થયેલ પાયલ ગોટી 2 દિવસ બાદ વતન વિઠલપુર પહોંચી હતી. આ પછી તેમણે લેટરકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાના ભવિષ્ય માટે ન્યાયની માંગ કરી હતી.
અમદાવાદઃ દિવાન પકોડી સેન્ટરની પકોડીમાંથી જીવાત નીકળી
અમદાવાદના જોધપુરમાં દિવાન ભેળ પકોડી સેન્ટરની પકોડીમાંથી જીવાત નીકળી. આ અંગે યુવકે ફરિયાદ કરતા સ્ટાફે ખોટી દલીલો કરી હતી. યુવકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે. ગ્રાહકના વાઈરલ થયેલા વીડિયોમાં તે દાવો કરી રહ્યો છે કે, જ્યારે તેને આ બાબતે દુકાનદારને ફરિયાદ કરી તો તેના દ્વારા માફી માગવાના બદલે ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો.
સુરતઃ જમીન કૌભાંડ મામલે તંત્ર પર ગંભીર આક્ષેપ
સુરત જમીન કૌભાંડ મામલે ફરિયાદીએ સ્થાનિક તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા. ફરિયાદીએ કહ્યું કે, જાણ બહાર 351 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે. આઝાદ રામોલીયા નામના ફરિયાદીએ જણાવ્યું કે, સાઇલન્ટ ઝોનમાં કુલ 5 લાખ વાર જમીન છે. મારી પોતાની 1.80 લાખ ચોરસ વાર જમીન છે. જે રીતે મારા જમીનના કુલ 131 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા છે. એવી રીતે અન્ય જમીનો ઉપર પણ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે.
સુરતઃ જમીન કૌભાંડ મામલે તંત્ર પર ગંભીર આક્ષેપ
જમીન વિવાદમાં 40 લાખનો તોડ કર્યો હતો, લેટરકાંડમાં પાયલ ગોટીએ કૌશિક વેકરીયા પાસે જ ન્યાય માંગ્યો, અમદાવાદમાં પકોડીમાંથી જીવાત નીકળીરાજકોટમાં ભવ્ય ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું. આ ડોગ શોમાં 35થી વધુ પ્રજાતિના 500થી વધુ શ્વાનોએ ભાગ લીધો હતો. જેમાં ટોય બ્રીડમાં સિત્ઝુ પ્રજાતિના લાંબા વાળ સાથેના કૂકી ડોગે પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
રાજકોટમાં પ્રથમ વખત વિમેન્સ ટીમની 3 મેચની વનડે સિરીઝ
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આગામી 10, 12 અને 15 જાન્યુઆરીએ પ્રથમ વખત વિમેન્સ ટીમની 3 મેચની વનડે સિરીઝ રમાશે. જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
વડોદરાઃ અકસ્માતોને રોકવા 20 સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરાયા
વડોદરા નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર અકસ્માતોની સંખ્યાને રોકવા માટે 20 સ્થળોને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા. શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 204 અકસ્માતમાં 141 લોકોના મોત થયા છે.