Updated: Dec 10th, 2023
– કાનાલૂસ ની લેબર કોલોની માં રહેતા પરપ્રાંતીય ૨૪ વર્ષ ના યુવાનને રનિંગ કરતી વખતે હૃદય રોગનો હુમલો આવતા હાર્ટ એટેક થી મોત
જામનગર, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર
જામનગર પંથકમાં યુવાવયે હાર્ટ એટેક આવવાના કિસ્સામાં વધુ એક બનાવ સામે આવ્યો છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં લેબર કોલોની માં રહેતા પર પ્રાંતીય 24 વર્ષે ના યુવાનને રનિંગ કરતી વખતે એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં તેનું મૃત્યુ નીપજ્યું છે. જે બનાવને લઈને ભારે કરુણંતીકા છવાઈ છે.
મૂળ રાજસ્થાનના વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં લેબર કોલોની માં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રાધેશ્યામ ડાયારામ નામના 24 વર્ષીય પર પ્રાંતીય યુવાન કે જે ગઈકાલે સવારે પોતાના રહેણાક મકાનની આજુબાજુના વિસ્તારમાં રનીંગ કરી રહ્યો હતો, જે દરમિયાન તેને એકાએક ચક્કર આવતા પડી ગયો હતો.
જેને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હતો, અને મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને લેબર કોલોનીમાં સોંપો પડી ગયો હતો.
જેની સાથે જ રહેતા મુકેશભાઈ રામ તિવારી કુમારે પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.