ભરણપોષણ માટેના કેસમાં કોર્ટેના આદેશ બાદ પણ નાગપુરમાં રહેતા પતિએ વડોદરામાં રહેતી પત્ની અને પુત્રને ભરણપોષણની રકમ નહી ચુકવતા પતિ વિરુધ્ધ વડોદરાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. જેમાં કોર્ટ દ્વારા પતિને કોર્ટમાં હાજર રહેવા માટે વારંવાર નોટિસ અને વોરંટ ઈશ્યુ
.
વડોદરા શહેરમાં રહેતી યુવતીનું નાગપુરના ઉમરેઠ તાલુકામાં રહેતા અને નવભારત સ્વીટ નામે બે દુકાનો ધરાવતા જીતેન મેસકર સાથે લગ્ન થયું હતું જેમાં યુવતી એક સંતાનની માતા બની હતી. જોકે ત્યારબાદ દંપતી વચ્ચે વિખવાદ થતાં પતિના ત્રાસથી કંટાળીને યુવાન પરિણીતા તેના સંતાન સાથે પિયરમાં પરત ફરી હતી અને તેણે પતિ વિરુધ્ધ વડોદરાની કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો જેમાં કોર્ટે ગત 2014માં પરિણીતા અને તેના સંતાનને દરમહિને 25 હજારનું વચગાળાનું ભરણપોષણ ચુકાવવાનો આદેશ કર્યો હતો.
જોકે પતિ કોર્ટના આદેશને ધોળીને પી ગયો હતો અને તેણે એક વખત પણ ભરણપોષણની રકમ નહી ચુકવતાં પરિણીતાએ વકીલ મહેન્દ્રભાઈ પરમાર મારફત પતિ પાસેથી ભરણપોષણના નાણાં મેળવવા માટે દાવો કર્યો હતો. જેમાં કોર્ટે પતિ જીતેનને દાવાના કામે વડોદરા કોર્ટમાં હાજર થવા માટે વારંવાર નોટીસ કાઢી અને વોરંટ ઈશ્યું કર્યા હતા. જોકે નાગપુરની સ્થાનિક પોલીસે જીતેનને કોઈ વોરંટ કે નોટિસ નહી બજવતા કોર્ટે નાગપુરના એસપીને નોટીસ મોકલી હતી કે, નાગપુર પોલીસને કોર્ટ દ્વારા અત્યાર સુધી જે નોટીસ અને વોરંટ ઈશ્યુ કરાયા છે તેની સામાવાળાને બજવણી કેમ નથી થઈ તેનો અત્રે આવીને ખુલાસો કરો તેમજ જેટલા સમન્સ અને નોટીસ મોકલાઈ છે તે તમામ કાગળો જે કોર્ટના દસ્તાવેજો છે તે પણ 27 તારીખ સુધી રજુ કરો. જોકે કોર્ટેના આદેશ બાદ પણ નાગપુરના એસપી કોર્ટમાં હાજર થયા નહોંતા કે તેમણે કોઈ જવાબ પણ આપ્યો નહોંતો.
આ અંગે અરજદારના ધારાશાસ્ત્રી મહેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે નાગપુર પોલીસે કોર્ટના આદેશને નહીં ગણકારતા તેમજ કોર્ટના કાગળો સગેવગે કર્યા હોઈ આ કેસમાં કોર્ટે કડક વલણ અપનાવીને નાગપુર પોલીસના એસપી, ડિવાયએસપી અને ઉમરેઠ તાલુકાના પીઆઈ વિરુધ્ધ 4 દિવસમાં બીએનએસની કલમ 198, 199, 223,253 અને 254 હેઠળ ગુનો નોંધવાનો અને ગુનો નોંધાયાની કોર્ટમાં જણા કરવાનો આદેશ કર્યો છે.