અમરેલીના રાજુલા જનરલ હોસ્પિટલમાં આઉટ સોર્સના 5 કર્મચારીને કોન્ટ્રાકટની પેઢી એલ.ઓ.સી. સિક્યુરિટી સર્વિસ દ્વારા છુટા કરતા કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. આજે 40 કરતા વધુ વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ એક દિવસની હડતાળ પાડી દેતા હોસ્પિટલમાં
.
હાલ હોસ્પિટલમાં પટાગણમા કર્મચારીઓ હડતાળ પર બેસી ગયા છે. અન્ય સામાજિક આગેવાનો છાવણીની મુલાકાત લઈ રહ્યા છે. હડતાળને પગલે રાજુલા પોલીસ દોડી આવી છે અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હાલ હોસ્પિટલમાં અન્ય કર્મચારીઓને અન્ય કામગીરીમાં મૂકી દેવાયા છે.
કર્મચારી મનસુખભાઇએ જણાવ્યું કે, એજન્સી વાળા વેરિફિકેશનના બહાને અમદાવાદ બોલાવે છે અને પછી વેરિફિકેશન દરમિયાન કેટલાક કાગળિયા નથી તેમ કહીને રૂપિયા માંગવામાં આવે છે. ખાનગીમાં એક એકને બોલાવી પૈસા માંગે છે. કોઈ પહોંચ પણ આપતા નથી. પૈસા પાછા આપશો તેવું અમે પૂછ્યે તો એવું કહે મેં લીધા નથી અને તમે આપ્યા નથી, એવું કહેવાનું છે અત્યારે બીજી વાર બીજું વર્ષ અત્યારે ચાલુ થયું તો અત્યારે ફરીથી બધાને આવી રીતે બોલાવે છે અને પૈસા ન આપ્યે તો આ રીતે કોઈ બહાના કાઢી સસ્પેન્ડ કરી દે છે જેથી અમારી માંગણી છે કે આ રીતે છુટા ન કરી શકે કાયમી અમને રાખે.