મલ્ટીમોડ ટ્રાન્સપોર્ટેશનના વર્તમાન યુગમાં જાહેર પરિવહનમાં અનેક આયામો ઉમેરાયા છે. ગુજરાત સરકારના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને બદલાતા સમય સાથે કદમ મિલાવીને જાહેર પરિવહન સેવામાં ટેકનોલોજીનો વિનિયોગ તો કર્યો જ છે, સાથે-સાથે ગરીબ-મધ્યમ વર્ગના લોકોને
.
ત્યારે આજરોજ ગોધરા વિભાગના એસટી નિગમ દ્વારા વિશ્વ જાહેર પરિવહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોધરા શહેરના મધ્યમમાં આવેલ લાલબાગ બસ સ્ટેન્ડ ખાતે એસટી વિભાગ ગોધરાના કર્મચારીઓ ટ્રાફિકના પોલીસ જવાનો તેમજ ડ્રાઇવર કંડકટર અને મુસાફરો સાથે મળીને ચોકલેટનું વિતરણ કરી વિશ્વ જાહેર પરિવહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગોધરા વિભાગના સાત ડેપોનો સમાવેશ થાય છે. જેમાં ગોધરા, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ, દાહોદ, દેવગઢ, બારીયા અને હાલોલમાં 500 બસો દ્વારા 2800 ઉપરાંત ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે. જેમાં રોજીંદા 2,54,181 કિલોમીટર બસ ફરે છે અને 1,91,000 મુસાફરો મુસાફરીનો લાભ લઇ રહ્યા છે. જો ગોધરા ડેપોની વાત કરવામાં આવે તો રોજના 40,000 કરતાં પણ વધારે મુસાફરો એસટી બસની મુસાફરીનો લાભ લેતા હોય છે. આમ ગોધરા એસટી વિભાગ દ્વારા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ સિવાય ગોધરા એસટી વિભાગ દ્વારા ઓનલાઇન ટિકિટ બુકિંગ, પેસેન્જર રિઝર્વેશન, ઇલેક્ટ્રોનિક પાસ, CCTV બેઝ્ડ વિજિલન્સ, GPS બેઝ્ડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, QR કોડ અને UPI પેમેન્ટ સુવિધા, 24 કલાક કાર્યરત IVRS ટોલ ફ્રી હેલ્પ ડેસ્ક, ગોધરા વિભાગ ખાતે કમાડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવી સુવિધાઓ નાગરિકોને પૂરી પાડી છે. ST નિગમની મોબાઈલ ફોન એપ્લિકેશનથી ઓનલાઇન બુકિંગ, એડવાન્સ બુકિંગ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. બસ ભાડે લેવી, બસના ટાઈમ ટેબલ જોવા, બસને ટ્રેક કરવી સહિતની તમામ સુવિધાઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાંઆ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.
GSRTCની ઓનલાઇન ટિકિટ બુકિંગ સુવિધા અને ગ્રામીણ વિદ્યાર્થીનીઓ, પારિતોષિક વિજેતા શિક્ષકો, દિવ્યાંગજનો, કેન્સર પીડીતો, સ્વાતંત્ર્ય સેનાની અને તેમની વિધવા વિગેરેને પ્રવાસ શુલ્કમાં 100 ટકા રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમજ રમતવીરો, પત્રકારો અને ડેઇલી કોમ્યુટ કરતાં મુસાફરોને પ્રવાસ શુલ્કમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. નિયત રૂટ પર સેવા આપવાની સાથે સાથે ST નિગમ કેઝ્યુલ કોન્ટ્રાક્ટ, લગ્ન પ્રસંગ, પાર્સલ પહોંચાડવા, ગ્રુપ બુકિંગ, ધાર્મિક અને સામાજિક મેળાવડા વિગેરે પ્રસંગોએ પણ જરૂરિયાત મુજબ બસ સેવાઓ પૂરી પાડે છે.