Updated: Dec 22nd, 2023
વડોદરા,તા.22 ડિસેમ્બર 2023,શુક્રવાર
વડોદરામાં વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા ઉકાજીના વાડિયામાં ચાલતા જુગાર ધામ પર પાણીગેટ પોલીસે દરોડો પાડીને આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે. જુગારીઓ પાસેથી માત્ર 6,370 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પાણીગેટ પોલીસની માહિતી મળી હતી કે વૃંદાવન ચાર રસ્તા ઉકાજીના વાડીયામાં હર્ષાબેનના ઘરમાં જુગાર રમાય છે. જેથી પોલીસે તે સ્થળે રેડ કરતા મકાનનો મુખ્ય દરવાજો બંધ હતો. દરવાજો ખોલાવી અંદર તપાસ કરતા આઠ લોકો જુગાર રમતા હતા. પોલીસે (1) હર્ષાબેન અવિનાશભાઈ વીસાવે (2) અશોક રાવજીભાઈ વસાવા (3) રતિલાલ ઉકાભાઇ વસાવા (4) રણજીત બુધાભાઈ વસાવા (ત્રણેય રહેવાસી બુડાના મકાનમાં વાઘોડિયા રોડ) (5) વિનોદ મંગાભાઈ વાઘેલા (6) સુનિલ ફકીરભાઈ વાઘેલા (7) ભદ્રેશ નટુભાઈ કહાર (તમામ રહેવાસી ઉકાજીનું વાડિયું)તથા રામચંદ્ર શાંતારામ પવાર (રહેવાસી સાંઈ શરણમ કોમ્પ્લેક્સ ગણેશ નગર વાઘોડિયા રોડ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.