અમેરિકાએ બુધવારે તેની નવી ઇમિગ્રેશન નીતિ હેઠળ 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને બળજબરીથી ડિપોર્ટ કર્યા. જેમાં પંજાબના 30, હરિયાણા અને ગુજરાતના 33-33 લોકોનો સમાવેશ થાય છે. ત્યારે આજે એ તમામ લોકો પોતાના વતન પરત ફરશે, ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે મહેસાણ
.
સૌથી પહેલા દિવ્ય ભાસ્કરની ટીમ પાટણના મણુંદ ગામે પહોંચી હતી. જ્યાના કેતુલ પટેલ આજે પોતાના પરિવાર સાથે અમેરિકાથી વતન આવી રહ્યા છે. કેતુલ મુળ તો પાટણના છે પણ 25 વર્ષ પહેલા હિરાના ધંધાના અર્થે પરિવાર સાથે સુરત સ્થાયી થયા હતા. પરંતુ ધંધામાં ખોટ આવતા જેને લઈ પોતાનું ઘર વેચી એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પહોંચ્યા હતા. ત્યારે આજે પુત્રના પરિવાર સહિત અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યાં હોવાના સમાચાર સાંભળી પાટણમાં રહેતા તેમના માતા-પિતાના મોઢે બસ એક જ શબ્દ છે કે, ‘તેઓ હેમખેમ પરત આવી જાય’
એના ભાગનું ઘર વેંચીને અમેરિકા ગયા હતાઃ માતા હીરાબેન કેતુલના માતા હીરા બેન પટેલ માતાએ જણાવ્યું કે, અમને ચિંતા થાય છે, પણ ભગવાનને જે ગમ્યું એ ખરું. બસ સહિ સલામત ઘરે આવી જાય એ જ અમારે મહત્વનું છે. ખેતર વેચીને બે દીકરાને ઘર લઈ આપ્યું હતું. એના ભાગનું ઘર એ વેંચીને ગયા હતા, કેટલામાં ઘર વેચ્યું એ તો અમને ખબર નથી. છેલ્લા 5 થી 6 મહિનાથી અમેરિકા ગયા હતા. પહેલા સુરતમાં હીરામાં નોકરી કરતો હતો. પણ હીરા બજારમાં મંદી આવતા પરિવારના સભ્યો સાથે ભરણ પોષણ માટે અમેરિકા ગયા હતા. ટીવી પર જોતા ખબર પડી કે, ટ્રમ્પ બધાને પાછા મોકલે છે, અટલે એમને પણ લાગ્યું કે, અમારો દીકરો પણ આમાં હશે. સરકાર મદદ કરે તો સારું. ખર્ચ તો અંદાજિત 50 લાખ જેટલો થઈ ગયો હશે. અહીંયાથી ગયા પછી કોઈ પણ વાત દીકરા સાથે થઈ નથી. હવે દીકરો પાછો આવશે તો અહીંયા ઘર છે ભેગા રહી સુખ શાંતિથી રહીશું.
‘અમેરિકાથી ભારતીયો પરત મોકલવાનું સાંભળી એમને લાગ્યું એ પણ હશે’ કેતુલના પિતા બાબુ ભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી સુરતમાં હીરા ઉદ્યોગમાં નોકરી કરતો હતો, ત્યારે હીરા ઉદ્યોગમાં મંદી આવતા દીકરો તેનું ઘર વેચી પરિવાર સાથે એજન્ટ મારફતથી અમેરિકા ગયો હતો. ગઈકાલે ટીવી પર સમાચાર જોઈને ખબર પડી કે, અમેરિકાથી કેટલાક ભારતીયો પરત આવી રહ્યા છે ત્યારે એમને લાગ્યું કે, એ પણ હશે આજે તમે આવ્યા એટલે ખબર પડી કે અમારા પરિવારના સભ્યો પણ આમાં પરત આવી રહ્યા છે.
જે બાદ અમારી ટીમ મહેસાણાના ડાભલા નજીક આવેલા ચંદ્રપરા ખાતે રહેતા કનુભાઈના ઘરે પહોંચી હતી. જેમની દીકરી એક મહિના બાદ આજે અમેરિકાથી પરત ફરી રહી છે. દીકરી અમેરિકા કેવી રીતે તે પૂછતાં જ પિતા કનુ ભાઈનો જવાબ સાંભળી સૌ કોઈ શોક થઈ ગયા હતા. તેઓએ કહ્યું ‘મારી નિકિતા તો યુરોપ ફરવા જવાનું કહીને ગઈ હતી, પણ તે અમેરિકા કેવી રીતે પહોંચી તે મને જ ખબર નથી’. તો આવો જાણીએ અમેરિકાથી પરત ફરી રહેલી નિકિતાની રાહમાં તેના પિતાએ શું જણાવ્યું…
‘એક માસ અગાઉ મારી દીકરી યુરોપ ફરવા ગઈ હતી’ સમગ્ર મામલે નિકિતા પટેલ કે જેઓને ડિપોર્ટ કરવામાં આવ્યાં છે એમના પિતા કનુભાઈએ જણાવ્યું હતું કે, અમારી દીકરીએ MSCનો અભ્યાસ કર્યો છે અને અહીંયા જોબ સારી મળી નહોતી. ત્યારે અચાનક દીકરીએ મિત્રો સાથે યુરોપ ટૂર કરવાનો પ્લાન બનાવ્યો હતો. એક માસ અગાઉ નિકિતા પોતાની બે બહેન પણી સાથે ગઈ હતી. છેલ્લે 15 જાન્યુઆરીએ એની સાથે વાત થઈ હતી, ત્યારબાદ વાત થઈ નથી. દીકરી અમેરિકા કેવી રીતે પહોંચી એ અમને પણ જાણ નથી. વધુમાં જણાવ્યું કે, અહીંયા જોબ ન મળતા લોકો ત્યાં આવક મેળવવા જતા હોય છે. અમેરિકા જવાનો આ નિર્ણય યોગ્ય નથી. પૈસા ભરી લોકો જાય છે બાદમાં ઘરે આવી જાય છે. દીકરી ઘરે આવશે ત્યારે તેને અમે નાની મોટી નોકરીમાં સેટ કરી આપીશું.
‘મારા દીકરાને હું ફરી વાર નહીં જવા દવ’ માણસાના બોરૂ ગામના વતની કરણસિંહ સહિતના પરિવારને અમેરિકાથી ડીપોર્ટ કરાયા છે. જેમની માતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો મહિના પહેલા ગયો હતો. કેવી રીતે ગયો એ કશી ખબર નથી. ફરીવાર એને નહીં જવા દવ.
ગાંધીનગર જિલ્લાના 14 લોકોનો સમાવેશ ઉલેખનીય છે કે, જે 33 ગુજરાતીઓ અમેરિકાથી પરત આવી રહ્યા છે તેમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વડોદરા, પાટણનાં સહિતના નાગરિકોને સમાવેશ છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ગોહિલ, ઝાલા, ગોસ્વામી પરિવાર સહિત 14 લોકોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 205 ભારતીયોને લઈને ટેક્સસના સાન એન્ટાનિયોથી ઈન્ડિયા આવેલું યુએસ આર્મીનું C-17 એરક્રાફ્ટ હરિયાણાના હિસાર એરપોર્ટ પર લેન્ડ થવાનું છે. જ્યાંથી ગુજરાતના પેસેન્જરોને ઈન્ડિગો ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે. જેમાં ગાંધીનગરના 14 પેસેન્જરોનો પણ સમાવેશ છે. ગાંધીનગરની 20 વર્ષીય પ્રેકસા પ્રજાપતિ, માણસાનો 23 વર્ષીય સ્મિત કિરીટકુમાર પટેલ, માણસાનાં બોરૂ ગામના ગોહિલ કરણસિંહ નટુજી(ઉં. 34), ગોહિલ જીવણજી કચરાજી (ઉં. 36), ગોહિલ મિત્તલ કરણસિંહ(ઉં. 26),ગોહિલ હેયાન કરણસિંહ (ઉં. 4) છે.
જ્યારે માણસાના ગોસ્વામી હાર્દિક મૂકેશગીરી(ઉં. 29), ગોસ્વામી હિમાની હાર્દિક ગીરી(ઉં. 27),ગોસ્વામી હેમલ હાર્દિકગીરી(ઉં. 8),ગોસ્વામી ધ્રુવ હાર્દિકગીરી (ઉં. 5) તેમજ ઝાલા જીગ્નેશ પ્રભાતભાઈ (ઉં. 37),ઝાલા અરુણાબેન જીગ્નેશ (ઉં. 34),ઝાલા એન્જલ જીગ્નેશ (ઉં. 11) તેમજ ઝાલા માહી જીગ્નેશનો સમાવેશ છે. આમ ત્રણ પરિવાર મળીને કુલ 14 લોકોને અમેરિકાથી પરત લાવવામાં આવી રહ્યા છે.
33માં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના, 8 સગીર USAમાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે, ત્યારે 5 ફેબ્રુઆરી 2025ના બુધવારે અમેરિકન એરફોર્સનું વિમાન ત્યાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને લઇને પંજાબના અમૃતસર પહોંચ્યું હતું. જોકે, આ વિમાનમાં 33 ગુજરાતીઓ પણ હતા. જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના છે. ઉત્તર ગુજરાતના 28, મધ્યના 4 અને દક્ષિણ ગુજરાતના 1 વ્યકિતનો સમાવેશ થાય છે. (સંપૂર્ણ અહેવાલ વાંચવા અને લિસ્ટ જોવા ક્લિક કરો)