12 મિનિટ પેહલા
- કૉપી લિંક
અક્ષરા એર QP 1146 દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં હોબાળો પેસેન્જરોએ હોબાળો મચાવ્યો. ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ ફ્લાઇટ કેન્સલ થઈ હોવાનું જણાવતા પેસેન્જરોએ પિત્તો ગુમાવ્યો અને હાય હાયના નારા લગાવ્યા.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/12/15_1739300694.gif)
મહિલાઓ અને બાળકો પરેશાન થઈને ફ્લાઈટના કર્મચારીઓને બાનમાં લીધા હતા. પેસેન્જરો હજુ એરપોર્ટ પર રઝળપાટ કરી રહ્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ, ફ્લાઈટ ઉડાન ભરવાની 5 મિનિટ પહેલા જ કેન્સલ થઇ હતી. જેની જાણ પેસેન્જરોને થતા હોબાળો મચાવ્યો હતો.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/12/untitled-1-copy_1739300759.jpg)
એરપોર્ટ પર અફરાતફરી જેવો માહોલ ફ્લાઈટમાં વિલંબથી મુસાફરો અકળાઈ ગયા હતા. જેના કારણે એરપોર્ટ પર જ હાય… હાય…ના નારા લગાવ્યા હતા. ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો અને સુરક્ષાકર્મીઓનું ઘર્ષણ થયું હતું. એરપોર્ટ પર મુસાફરોએ બૂમાબૂમ કરતા અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. મુસાફરોએ અન્ય ફ્લાઈટની માંગણી કરી હતી.