વિકાસ સપ્તાહ નિમિતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કન્વેશન હોલ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો .જેમાં પાટણ માટે એક નવીન ઍડવાન્સ લાઈફ સપોર્ટ EMRI ગ્રીન હેલ્થ દ્વારા ચાલતી 108 આઈ સી યુ ઓ
.
વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે અત્યાધુનિક આઇસીયુ ઓન વ્હીલ્સને મંત્રી બલવંતસિંહના હસ્તે હસ્તે ફ્લેગ ઓફ આપી લોકોની સેવામાં સમર્પિત કરાઈ હતી. 108 જેવી આ આઈસીયુ ઓન વ્હીલ્સની વિશેષતા એ છે કે તેમાં ઈમરજન્સી કેસોને લગતી તમામ પ્રકારની અધ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પાટણ શહેરમાં આ બીજી એમ્બ્યુલન્સનો વધારો થયો છે. એક સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રહે છે. જ્યારે આ એમ્બ્યુલન્સ કનસડા દરવાજા ખાતે આવેલ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે રહેશે અને ત્યાંથી ઈમરજન્સી કોલ હેન્ડલ કરશે.
જાણવા મળ્યા મુજબ એ બાજુથી ઇમરજન્સીના કેસો આવવાનું પ્રમાણ વધુ રહેતું હોઈ આ એમ્બ્યુલન્સ ઝડપથી જે તે સ્થળે પહોંચશે અને લોકોનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે. પાટણ જિલ્લામાં કુલ સોળ 108 અને બે આઈસીયુ ઓન વ્હીલ્સની સુવિધા ઉપલબ્ધ થવા પામેલ છે.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત,રાધનપુર ધારાસભા લવિંગજી ઠાકોર,જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર,જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, અધિક કલેકટર બી એસ પટેલ ,ડી આર ડી એ ના નિયામક, સી ડી એ ઓ ડો.વિષ્ણુભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઓ એ હાજરી આપી હતી.