હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રમાં વિવિધ ગેમ્સમાં આંતર રાજ્ય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી રહ્યા છે ત્યારે ચાઇના ખાતે આયોજિત આર્ચરી એશિયન ચેમ્પિયન શિપ મા આર્ચરી સ્પર્ધા માં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી
.
ચાઇનાના તાઇવાન ની ટાઈપી ખાતે 24 સપ્ટેબર થી 3 ઓક્ટોબર સુધી અંતરરાષ્ટ્રીય આર્ચરી એશિયન ચેમ્પિયનશીપમાં સ્પર્ધા રમાઈ હતી જેમાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજ ની અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આર્ચરી નડિયાદ ખાતે ટ્રેનિંગ લઈ રહેલી અને સાબરકાંઠા તાલુકા ની ભાર્ગવી ભગોરા એ ભારત સરકાર તરફ થી વ્યકતિગત અને ટિમ ઇવેન્ટ ભાગ લીધો હતો જેમાં ભાર્ગવી ભગોરા બંને માં સિલ્વર મેડલ મેળવી ભારત અને ગુજરાત સહિત પાટણ યુનિવર્સિટીનું નામ નામ રોશન કરવા કર્યું હતું .
ત્યારે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે સી પોરિયા, રજીસ્ટાર રોહિત દેસાઈ, શારીરિક શિક્ષણ નિયામક ડૉ. ચિરાગ પટેલ દ્વારા યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ભાર્ગવી ભગોરા ને શુભેચ્છાઓ પાઠવી હતી.