હિંમતનગરમાં RSSને 100 વર્ષ પૂર્ણ થવાને લઈને શતાબ્દી સંઘોષ સંચલન અને વિજયાદશમી ઉત્સવની ઉજવણી આજે કરવામાં આવી હતી. જેને લઈને હિંમતનગરમાં પથસંચલન યોજાયું હતું.
.
સંગઠિત હિંદુ સમર્થ ભારત સૂત્રને સાકાર કરવા અને આ વિચારધારાને સર્વવ્યાપી બનાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925ને વિજયાદશમીના શુભ દિવસથી અવિરત કાર્ય કરી રહેલ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિન વિજયાદશમીએ અને શતાબ્દી વર્ષ નિમિતે રવિવારે હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલ વૈશાલી સિનેમા મેદાન ખાતે શતાબ્દી સંઘોષ સંચલન અને શ્રી વિજયાદશમી ઉત્સવ યોજાયો હતો. જેમાં પ્રથમ વૈશાલી સિનેમા મેદાનથી પથ સંચાલનનો પ્રારંભ થયો હતો. સ્વયંમ સેવકો સંચલન કરતા માર્કેટિંગ યાર્ડ પાસેના રોડ પર થઈને છાપરિયા વિસ્તારમાંથી પસાર થઈને કોટિયર્ક સોસાયટીમાં થઈને લક્ષ્મીપુરા રોડ થઈને ગાયત્રી મંદિર રોડ પર પહોંચ્યા હતા. જ્યાંથી છાપરિયા તરફ સંચલન કરતા કરતા છાપરિયા ચાર રસ્તે થઈને વૈશાલી મેદાન પહોંચી પૂર્ણ થયું હતું. પથ સંચલન દરમિયાન કોટીયર્ક સોસાયટી પાસે સ્થાનિકો અને છાપરિયા ચાર રસ્તે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, પાલિકાના ઉપપ્રમુખ સવજી ભાટી, પાલિકા સદસ્ય સાવન દેસાઈ સહિત સ્થાનિકોએ ફૂલડાં વરસાવી સ્વાગત કર્યું હતું.
પથ સંચલન બાદ જાહેર કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં પ્રથમ શસ્ત્ર પૂજન, અમૃત વચન, બાદ વ્યક્તિ ગીત અને સ્વયંમ સેવકો દ્વારા દંડ યોગ, યોગા અને સંગીત સંઘોષ રજૂ કરવામાં આવ્યું હતું. જાહેર કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.વિપુલ જાની હતા. તો બૌદ્ધિક વર્ગમાં વક્તા ઉર્જિત શુક્લ ગાંધીનગર વિભાગ કાર્યવાહ, જિલ્લા સંઘચાલક દેવુસિંહ ઝાલા નગર સંઘચાલક, મિતેષ સુથાર નગર કાર્યવાહ શુશીલ પટેલ, જિલ્લા કાર્યવાહ જયેશ પટેલ અને સહ કાર્યવાહક ભદ્રેશ પટેલ, કુટુંબ પ્રબોધન પ્રાંત પરિમલ પંડિત સહીત મોટી સંખ્યામાં ગણમાન્ય અને સ્વયમ સેવકો ઉપસ્થિત રહ્યા હતા.