અમદાવાદના પાંજરપોળ જંકશન પર બની રહેલા ઓવરબ્રિજની વિરુદ્ધમાં હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો કોર્ટે દ્વારા આજે નિકાલ કરાતા બ્રિજનો માર્ગ મોકળો થયો છે. પાંજરાપોળ જંકશન ઉપર ઓવરબ્રિજ બનાવવા મુદ્દે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી ઉપર અગાઉ હાઇકોર્ટે
.
ગુજરાત હાઈકોર્ટ
ટ્રાફિક અને પર્યાવરણના આંકડા સાથે અરજદારે સ્ટે માગ્યો હતો પાંજરાપોળ બ્રિજ વિરુદ્ધ કરાયેલ જાહેર હિતની અરજીમાં અરજદારોનું કહેવું હતું કે, આ જંકશન ઉપર ઉતરોતર ટ્રાફિક ઘટ્યો છે, અમદાવાદમાં ગ્રીન કવર ઓછું છે ત્યારે આ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવાથી પર્યાવરણને નુકસાન થશે, રસ્તો સાંકડો થશે, જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાયો છે તે રણજીત ગ્રુપનો ટ્રેક રેકોર્ડ ખરાબ છે, બીડમાં પણ ગેરરીતિ આચરવામાં આવી છે અને સર્વે સંસ્થાએ નિમણુક પહેલા જ કામગીરી આરંભી દીધી હતી. ત્યારે બ્રિજ બનવા સામે હાઈકોર્ટ સ્ટે આપે. હાઇકોર્ટે નીતિ વિષયક બાબતોમાં કેટલો હસ્તક્ષેપ કરવો તે નિર્ણય હવે હાઇકોર્ટે સરકાર અને અરજદારને સાંભળીને લેવાનો છે. અરજદારે જણાવ્યું હતું કેં પ્રશ્ન માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોલિસી નિર્ણયનો નહિ પણ એક્સપર્ટ રીપોર્ટની અવગણનાનો પણ છે. જૂના વૃક્ષોને અન્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવાથી તેઓ ટકશે નહિ. રણજીત ઇન્ફ્રા ભલે એમ કહે કે તે રણજીત ગ્રૂપનો ભાગ નથી, પણ બધા એક જ છે. વિક્રમ સારાભાઈ રોડ ઉપર AMC એ પહેલા 04 મીટરના સર્વિસ રોડ રાખવાની જાહેરાત કરી હતી, હવે એફિડેવિટ ઉપર 5.25 મીટરના રોડની વાત કરી છે.
અરજદાર તરફે હાઈકોર્ટના હસ્તક્ષેપની જરૂરિયાત અંગે જણાવાયુ હતું કે જો નિર્ણય કુદરતી સિદ્ધાંતો વિરુદ્ધ લેવાયો હોય તો કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ. જો લેવાયેલ નિર્ણય ભૂલ ભરેલ, કાયદા વિરુદ્ધ, અયોગ્ય પ્રક્રિયા પ્રક્રિયા અને તર્કસંગત ના હોય તો હાઈકોર્ટ જ્યુડિશિયલ રીવ્યુ કરી શકે. ભારતમાં બંધારણ જ સુપ્રીમ કાયદો છે. કોર્ટ આવા સંજોગોમાં વહીવટી અને અમલદારીના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરી શકે છે. પોલિસી બદ્દદાનત યુકત હોય તે યોગ્ય નથી વળી આ બ્રીજના કોન્ટ્રાક્ટના બિડિંગમાં ત્રણ બિડર પૈકી બે રણજીત ગ્રુપના છે, આમ રણજીત ગ્રુપ કાર્ટેલ રચી છે. રણજીત ગ્રૂપનું કામ જ નબળું હોવાથી તેને સક્ષમ બિડર કહી શકાય જ નહિ.
2012માંઅમદાવાદના 34 ઈન્ટરસેકશન પર રિપોર્ટ તૈયાર કરાયો હતો સામે AMC તરફે એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે અરજદારના કહ્યા મુજબ જો AMC એ બ્રિજ બનાવવો જ હોય તો યુનિવર્સીટીથી નહેરુનગર તરફ પહેલા બનાવવો જોઈતો હતો. પરંતુ તેની પાછળ આખી પ્રોસેસ સમજવી જરૂરી છે. અમદાવાદ શહેર પશ્ચિમ તરફ વિસ્તરી રહ્યું છે. પહેલા રીલીફ રોડ, ત્યારબાદ આશ્રમ રોડ, સીજી રોડ અને હવે એસ.જી.હાઇવેથી પણ અમદાવાદ આગળ વિસ્તરી રહ્યું છે. 2012 માં અમદાવાદના 34 ઇન્ટરસેક્શન ઉપર રિપોર્ટ તૈયાર કરાયો હતો. જેમાં પાંજરાપોળનો પણ સમાવેશ થતો હતો. તે વખતે ગુજરાત યુનિવર્સિટીથી નહેરુનગર તરફ જતા રોડ ઉપર BRTS ની કામગીરી ચાલી રહી હતી. શહેરમાં કેટલાક રેલવે બ્રીજોનું પણ નિર્માણ થતું હતું.
એડવોકેટ જનરલ રજૂઆત કરી રહ્યા હતા ત્યારે જ કોર્ટે કહ્યું હતું કે આ ફક્ત નીતિવિષયક નિર્ણય જ નથી પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતો પણ નિર્ણય છે. જેને લઇને કોર્ટ પાસે ટેકનિકલ જ્ઞાન ના હોય તે સ્વાભાવિક છે. આગળ એડવોકેટ જનરલે પાંજરાપોળ જંકશન ઉપર પોલિટેકનિકથી IIM તરફ જતા રોડ ઉપર બ્રિજ બનાવવો ટેકનિકલ રીપોર્ટ મુજબ યોગ્ય છે તેમ જણાવ્યું હતું. ઇન્ડિયન રોડ કોંગ્રેસના સૂચન મુજબ પ્રતિ કલાકે 10 હજાર કરતાં વધુ વાહનો પસાર થતા ન હોય તો પણ અન્ય બાબતોને ધ્યાને રાખીને ઓવરબ્રિજ બનાવી શકાય છે. પાંજરાપોળ જંકશન ઉપર વાહનોએ વધુ સમય ઊભું રહેવું પડે છે જેથી પર્યાવરણીય નુકસાન થાય છે. IIM અને બનનારા બ્રિજ વચ્ચે 354 મીટરનું અંતર છે. નડતર રૂપ 21 માથી 2 વત વૃક્ષો કઢાશે જ્યારે અન્ય 19 વૃક્ષોનું અન્ય જગ્યાએ વાવેતર કરાશે. AMC દ્રારા શહેરમાં ગ્રીન કવર વધારવા એક વર્ષમાં 30 લાખ નવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે, તે છોડ નહિ પણ વૃક્ષો હશે.
રણજીત ઇન્ફ્રા અને રણજીત બિલ્ડકોન બંને કાનૂની રીતે અલગ વ્યક્તિઓ છે. વળી તેમને આ અરજીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા નથી. આ અરજીથી નિર્દોષ વ્યક્તિને અસર થવી જોઈએ નહીં, જો બે ભાઈઓ હોય તો તેમના સ્વભાવમાં પણ વિરોધાભાસ હોય છે. રણજીત બિલ્ડકોન અને રણજિત ઇન્ફ્રા બંને એક જ છે કે કેમ તેની અમદાવાદ મહાનગરપાલિકાને ખબર નથી. 24 માર્ચના રોજ બ્રિજ બનાવવા માટેનું વર્ક ઓર્ડર રણજીત ઇન્ફ્રાને આપી દેવામાં આવેલ છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર અંગે અર્બન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તપાસ કરી શકે છે. આ સાથે જ એડવોકેટ જનરલે નીતિ વિષયક નિર્ણયોમાં કોર્ટના હસ્તક્ષેપ અંગે સુપ્રીમ કોર્ટ અને દેશની જુદી જુદી હાઇકોર્ટના ચુકાદાઓ કોર્ટ સમક્ષ મૂક્યા હતા.
એડવોકેટ જનરલે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય ત્યારે તે પહેલાં જ તમામ પ્રકારના મુદ્દાઓની સમીક્ષા થઈ જ હોય. ફક્ત અરજદારે કેટલાક મુદ્દા ઉઠાવ્યા હોય તેનાથી હાઇકોર્ટે નીતિવિષયક નિર્ણયોમાં પોતાનો હસ્તક્ષેપ ટાળવો જોઈએ. એડવોકેટ જનરલ વડોદરાના પ્રતાપ વિલાસ પેલેસ પાસે રેલવે પ્રોજેક્ટ, નવી સાંસદ સેન્ટ્રલ વિસ્તારના નિર્માણ અંગેનો કેસ, જ્યુડિશિયલ રીવ્યુ ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાઓ વગેરે કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાએ બ્રિજ બનાવવા અંગે રિપોર્ટને જ ધ્યાને લીધો છે. રણજીત ઇન્ફ્રા ઉપર પ્રથમ વખત જ આક્ષેપ થયો હોવાનું જણાવ્યું હતું.
ટ્રાફિક પોલીસ કેડર અંગે કોર્ટે ઓથોરિટી પાસે જવાબ માગ્યો આજે સરકારી વકીલે જણાવ્યું હતું કે, અકસ્માતો અને ટ્રાફીક ટાળવા માટે મોટા જંકશન આગળ જે કટ આવેલા હોય તેને ડીવાઈડર દ્વારા પૂરી દેવામાં આવ્યા છે. કોર્ટે સરકારને ટ્રાફિક પોલીસમાં ઘટ અંગે પ્રશ્ન કર્યો હતો. જે અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે અત્યારે 12 હજાર કરતાં વધુ કોન્સ્ટેબલ અને PSI ની જગ્યાઓ ઉપર ભરતી અંતર્ગત શારીરિક કસોટી લેવાઈ રહી છે. જેમાંથી બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલને ટ્રાફિક વિભાગમાં જોતરવામાં આવશે. જેથી કોર્ટે આશ્ચર્ય સાથે પૂછ્યું હતું કે રાજ્યમાં ટ્રાફિક વિભાગની અલગ કેડર છે કે નહિ ? જેનો નકારાત્મક જવાબ આપતા સરકારી વકીલે જણાવ્યું હતું કે અલગ કેડર નહિ, પરંતુ સ્ટેટ ટ્રાફિક બ્રિગેડ છે. પસંદ થયેલા બિન હથિયારધારી કોન્સ્ટેબલને ટ્રાફિક હેન્ડલિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. નાના શહેરોમાં તેની જરૂર પણ ઓછી રહે છે.
હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ઓથોરિટીને કેવી રીતે ટ્રાફિક પોલીસના જરૂરિયાત મુજબના સંખ્યાબળની જરૂરની ખબર પડે ? જેની ઉપર સરકારી વકીલે ઓથોરિટી તરફથી જવાબ મેળવીને રજૂ કરવા માટે સમય માંગ્યો હતો. સાથે જ પાંજરાપોળ બ્રિજની જાહેર હિતની અરજી ઉપર ફાઈલ થયેલ તમામ એફિડેવિટ અને કોર્ટના હુકમને કંપાઇલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર ટ્રાફિક પોલીસ અને કેડર અંગે પોતાનો મત 07 ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરશે. ઉપરાંત હેલ્મેટ પહેરવાના નિયમની અમલવારી અંગે ઓથોરિટી પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કરશે. હાઈકોર્ટમાં પણ તેના અમલ અંગે હાઇકોર્ટ રજીસ્ટ્રાર રિપોર્ટ રજૂ કરશે.