Jamnagar Highway Truck Viral Video : જામનગર હાઈવે પર ચાલુ ટ્રકમાંથી મગફળીની ગુણો પડી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, ટ્રકમાં ઓવરલોડેડ મગફળીની ગુણો ભરેલી હતી જે રોડ પડતા અન્ય વાહનોને હાલાકી પડી હતી. જો કે, સદનશીબે કોઈ અકસ્માતની ઘટના સર્જાઈ ન હોવાની જાણકારી મળી રહી છે.
લાલપુર-જામનગર હાઈવેનો વીડિયો વાઈરલ
જામનગરના લાલપુર-જામનગર હાઈવે પર ઓવરલોડેડ ટ્રકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી છે છે કે, ટ્રકમાંથી એક પછી એક કેટલીય મગફળીની ગુણો પડવા લાગે છે, જે હાઈવે પર પથરાઈ જાય છે. હાઈવે પર મગફળીની ગુણો પડતા પરિવહન કરતા અન્ય વાહનો હાલાકી વેઠવી પડી હતી. જ્યારે અન્ય વાહનોમાં અકસ્માતની ઘટના થતી બચી હતી.
આ પણ વાંચો: સાયલા-ચોટીલા હાઈવે પર ત્રણ અકસ્માત: 1નું મોત, 16થી વધારે લોકો ઈજાગ્રસ્ત
રાજ્યમાં આવી અનેક પ્રકારની ઘટના સર્જાતી હોય છે, જે ક્યારેક પ્રકાશમાં આવતી નથી. જો કે, આ વખતે ટ્રકની પાછળ આવતા વાહન ચાલકે વીડિયો ઉતારી લેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બીજી તરફ જોવાનું એ રહ્યું કે, હવે આવા ઓવરલોડેડ વાહનો સામે તંત્ર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.