બોટાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાણપુર શહેરમાં ભાદર અને ગોમા નદીની વચ્ચે રાણાજી ગોહિલનો ગઢ આવેલો છે. આ ગઢનો ઇતિહાસ એવો છે કે, ઈ.સ. 1290માં તેમના પિતાજી સેજકજીનું અવસાન થયુ હતું ત્યારે, સેજકજીના મોટા પુત્ર રાણાજી ગોહિલને ગાદી સોપવામાં આવી હતી. તેમના સંરક્ષણની દ્રષ્ટિએ રાણપુરની આજુબાજુની જગ્યા યોગ્ય લાગતાં સેજકપુરથી તેમની ગાદી તેમના નામ રાણાજી ઉપરથી રાણપુર વસાવી ત્યાં ગાદી ફેરવી હતી. સંરક્ષણની દ્રષ્ટિએ વિચારી નદીના કિનારે ટેકરી ઉપર કિલ્લો બનાવીને તેમાં રાણાજી મહેલ બનાવ્યો હતો. ગોહિલ કુળનું સૌરાષ્ટ્રમાં આગમન બાદ તેમનો બનાવેલ આ પ્રથમ કિલ્લો છે.
ઈ.સ. 1309માં અલાઉદીન ખીલજીના લશ્કરની રાણપુર ઉપર ચડાઈ