જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આજ રોજ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સેવાસેતુ કાર્યક્રમમાં સેવાસેતુ, મેડિકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને વિકાસના વિવિધ કા
.
રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમમાં 9 જેટલા નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પ, એસબીઆઈ અને સીએસઆરના ફંડમાંથી એલીમ્કો કંપની દ્વારા દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ મેંદરડાના પટેલ સમાજ, પાદર ચોક ખાતે યોજાયો હતો. જેમાં મેંદરડા તાલુકાના 13 થી વધુ ગામોના લોકોએ સેવા સેતુ તેમજ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓને કડક સુચના આપતા મનસુખ માંડવીએ જણાવ્યું હતું કે, મેં વહીવટી તંત્રને સૂચના આપી છે, જે બાબતે મેં કલેક્ટર સાથે પણ વાત કરી છે. મેં કહ્યું કે જન પ્રતિનિધિઓને હળવાસથી ન લેશો, જન પ્રતિનિધિ લોકશાહીની અંદર જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાંચા આપનાર માધ્યમ છે.

વધુમાં જણાવ્યું કે, એક મજૂરી કરતો માણસ તાલુકા કે જિલ્લા મથક પર નાનું મોટું કામ લઈને જાય, ત્યારે આપણે સરકારી વ્યવસ્થાને પણ દુરસ્ત કરવી જોઈશે. મારે ભારત સરકારના મંત્રી હોવાના 10 વર્ષ થયા, અઢી વર્ષ હું ગુજરાત સરકારમાં રહ્યો, મારો એ અનુભવ છે કે, ઘણી વખત આપણે નીચે વહીવટી તંત્રને કહેતા હોઈએ કે કોઈ કાગળ આવ્યો છે તેવી મને રજૂઆત આવી છે, ત્યારે કહેવામાં આવે છે કે, હા સાહેબ હજુ પરમ દિવસે જ એક આગળ આવ્યો છે, હવે પરમદિવસ કાગળ આવ્યો હોય તે કાગળ એક ટેબલ પર પડ્યો હોય અને એક ટેબલથી બીજા ટેબલે તે કાગળ ચાલે, ત્યારબાદ મુખ્ય અધિકારી સુધી આ કાગળ પહોંચતા 10 થી 15 દિવસ વીતી જાય છે. તેના બદલે સંવેદનાથી કામને જોઈને, કામની ગંભીરતાને સમજીને તત્કાલ તે કાગળનો નિકાલ કરવો જોઈએ. નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારની આ અપેક્ષા છે, જન પ્રતિનિધિઓ જનતા વચ્ચે જુકે અને વહીવટી તંત્ર ટાઈટ ચાલે એ આ શાસનની અંદર સંભવ નથી અને હું છું ત્યાં સુધી તો નથી જ, ત્યારે સંવેદનાથી કામ થાય તેવી મારી અપેક્ષા છે.

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીએ જણાવ્યું હતું કે, આજે મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સપ્તાહથી અલગ-અલગ જગ્યાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેંદરડા જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ગામડાઓની અંદર ગ્રામસભા, સ્વચ્છતા અભિયાન, અલગ અલગ યોજનાઓના લાભાર્થીઓની નોંધણી, અને આજે ભારત સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓના 1200 થી લાભાર્થીઓને તેમના લાભો મળે તેના માટે આ સેવાસેતુ કાર્યક્રમમાં ફોર્મ ભરાવવામાં આવ્યાં હતા. તેમજ લાભાર્થીઓને અલગ-અલગ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રકારના સેવાસેતુના કાર્યક્રમો ભારત સરકાર અને રાજ્ય સરકારના જનતા ભીમુખ વહીવટના ઉત્તમ ઉદાહરણો છે. જેના દ્વારા જનતા જનાર્દનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે સરકારની પ્રતિબંધતા વ્યક્ત થાય છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બપોરે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે. સમઢીયાળા ગંગેડી આશ્રમ ખાતે બપોરે 3 વાગ્યે દર્શન કરશે. ખોરસા સ્થિત તિરૂપતિ બાલાજી મંદિર ખાતે 3:30 વાગ્યે અને સોનલ ધામ મઢડા ખાતે બપોરે 4 વાગ્યે દર્શન કરશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે નગરપાલિકાના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાશે. ત્યારબાદ જુનાગઢ ભાજપ કાર્યાલય ખાતે મહાનગરના કોર્પોરેટરો સાથે મુલાકાત કરશે












