માણસા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં મતોની પુન:ગણતરીની માગ સાથે હાઇકોર્ટમાં 6 જેટલા ઉમેદવારો દ્વારા ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે. માણસા નગરપાલિકાના સાત વોર્ડમાં કુલ 28 બેઠકો માટે EVM મશીનમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો દાવો અરજીમાં કરવામાં આ
.
ભાજપે સાત વોર્ડમાંથી 28માંથી 27 બેઠકો જીતી હતી આ મામલે અરજદાર પારૂલબહેન શાહ સહિત અન્યોએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે અરજી કરી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, માણસા નગરપાલિકામાં સાત વોર્ડમાં 28 બેઠકો માટે યોજાયેલી આ સામાન્ય ચૂંટણીમાં કુલ 6 અરજદારોએ કોંગ્રેસના સમર્થનથી ચૂંટણી લડી હતી. અરજદારોના આરોપો મુજબ, EVM મશીનોમાં કેટલીક કામગીરીને કારણે જ ભાજપે માણસા નગરપાલિકાના સાત વોર્ડમાંથી 28 બેઠકોમાંથી 27 બેઠકો જીતી હતી.
ચૂંટણી 2025ના પરિણામ પર સ્ટે આપવામાં આવે વધુમાં એવા મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે કે, તે 28 બેઠકોમાંથી કોંગ્રેસના માત્ર એક ઉમેદવાર જીત્યા હતા. EVM મશીનોમાં આવી ગેરરીતિઓને કારણે 95% થી 99% પરિણામો શાસક પક્ષના પક્ષમાં છે. તેથી અરજદારોએ અરજીમાં એવી દાદ માંગી છે કે, માણસા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 માટે મતોની પુનઃગણતરી માટે પ્રતિવાદી અધિકારીઓને નિર્દેશ આપવામાં આવે. આ અરજી પેન્ડિંગ છે એ દરમિયાન માણસા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025ના પરિણામ પર સ્ટે આપવામાં આવે.
EVM મશીનોનું સ્વતંત્ર ઓડિટ કરવામાં આવે EVM મશીનોની જગ્યાએ, પેપર બેલેટ દ્વારા પુનઃચૂંટણીનો આદેશ કરવામાં આવે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તમામ EVM મશીનોનું સ્વતંત્ર ઓડિટ કરવામાં આવે. એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે, છ અરજદારો પૈકી એક રાકેશભાઈ પ્રજાપતિ EVM મશીનોમાં ચોક્કસ અનિયમિતતાઓ અંગે સુપ્રીમ કોર્ટ સમક્ષ PIL તરીકે અરજી દાખલ કરવા માગ છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં નીકળી શકે છે.