Image Twitter |
ગાંધીનગર, તા. 8 જાન્યુઆરી, 2024, સોમવાર
ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આગામી 9 થી 13 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો યોજાશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું 9 જાન્યુઆરીના બપોરે 3 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 જ્યારે પાર્ટનર દેશ તરીકે 33 દેશ ભાગ લેશે
10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ -શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ્સ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદશત કરશે. જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1 હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થશે. જે વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે.
10-11 જાન્યુ.ના બિઝનેસ વિઝિટર્સ, 12-13 જાન્યુ.ના જાહેર જનતા માટે ખુલ્લો રહેશે
આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ, ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો, નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર, ફિનટેક, સાયબર સુરક્ષા, મશિન લનગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે. ટ્રેડ-શોમાં કુલ વિસ્તારનું 100 ટકા બુકિંગ પૂર્ણ થયું છે.
કુલ-13 હોલમાં ‘મેઈક ઇન ગુજરાત’, ‘આત્મનિર્ભર ભારત’ સહિત વિવિધ 13 થીમ નક્કી કરાઇ
આ ઉપરાંત ટ્રેડ શોમાં કુલ-13 હોલમાં ‘મેઈક ઇન ગુજરાત’, ‘આત્મનિર્ભર ભારત’ સહિત વિવિધ 13 થીમ નક્કી કરાઇ છે. આ ગ્લોબલ ટ્રેડ શો 10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા.12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.
ગ્લોબલ ટ્રેડ શોની વિશિષ્ટતાઓ
- ઈન્ફોર્મેશન ટેક્નોલોજી આધારીત સેવાઓ સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે થયેલા સંશોધનો અને સિદ્ધિઓની માહિતી.
- ગુજરાત એક્સપિરિયન્સ ઝોનમાં રાજ્યનો વૈવિધ્યપૂર્ણ અને ભાતિગળ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરી ગુજરાતના વ્યાપક સાંસ્કૃતિક યોગદાનને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે.
- 350થી વધુ એમએસએમઇને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.
- ઇ-મોબિલિટી પેવેલિયન મારફતે ભાવિ પરિવહનનું અનાવરણ કરાશે. અદ્યતન ઇલેક્ટ્રિક વાહનો, ચાજગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ ગતિશીલતા જેવી બાબતોની માહિતી અહી ઉપલબ્ધ બનશે.
- બ્લ્યૂ ઈકોનોમી પેવેલિયનમાં દરિયાઈ ઉદ્યોગોના ટકાઉ અને ગતિશીલ વિકાસને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે.
- નોલેજ ઈકોનોમી અને સ્ટાર્ટઅપ્સ ડોમમાં ઈનોવેશન માટે નવીન ટેકનોલોજીનો સમન્વય કરી નાવીન્યસભર વિચારો અને ઉભરતા સાહસો દર્શાવવામાં આવશે.
- મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ગુજરાત પેવેલિયન ઉત્પાદન ઉત્કૃષ્ટતામાં રાજ્યની સંસ્થાકીય અને ઔદ્યોગિક કૌશલ્યને પ્રકાશિત કરશે.
- નરેન્દ્ર મોદી ભારતની આત્મનિર્ભરતા પહેલો અને વિવિધ ઉદ્યોગોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે આ ડોમ આત્મનિર્ભર ભારતને વધુ ગતિશીલ બનાવશે. જેમાં અદાણી, ટોરેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વગેરે જેવા ઔદ્યોગિક જૂથો ભાગ લઈ રહ્યા છે.
- પુનઃપ્રાપ્ય ઊર્જા અને આબોહવા-સકારાત્મક પહેલ પરના આ પેવેલિયનમાં પરિવહન માટે હાઇડ્રોજન ઇંધણના ફાયદા દર્શાવવામાં આવ્યા છે. ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે ઇલેક્ટ્રિક ચાજગ સ્ટેશન, હાઇડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશનના મોડલનું પ્રદર્શન જાહેર જનતા નીહાળી શકશે.