Amreli News : ગુજરાત ડ્રગ્સ અને ગાંજો ઝડપાવાની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમરેલી જિલ્લામાં તુવેરની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ગાંજાની ખેતી કરતા ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : દ્વારકાના નાગેશ્વરમાં 24 કુંજ પક્ષીનો શિકાર, વન વિભાની ટીમ પહોંચતા શિકારીઓ થયા ફરાર
340 ગાંજાના છોડનું વાવેતર કર્યુ હતું
અમરેલી જિલ્લામાં ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અરજનભાઈ વેકરિયાના ખેતરમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે SOG ટીમે બાતમીના આધારે ખેતરમાં રેઈડમાં મારી હતી. જેમાં પોલીસે 340 ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ પછી પોલીસે ગાંજાના છોડ જપ્ત કર્યો હતો અને ખેડૂતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.