ગાંધીનગરની એક મહિલાએ તેના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાના લગ્ન વર્ષ 2012માં લખનૌના યુવક સાથે થયા હતા. લગ્ન પહેલા તે અજમેરમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતી. પતિ દિલ્હીમાં નોકરી કરતો હોવાથી મહિલાને નોકરી છોડવાની ફરજ પાડવામાં
.
દંપતીને એક દીકરી છે, જેના જન્મ વખતે પતિ સિવાય કોઈ સાસરિયા જોવા આવ્યા ન હતા. પતિએ એક દિવસ દીકરીને પણ માર માર્યો હતો અને બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. પરિવારજનોના સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. મહિલા અને તેના પરિવારે દિલ્હીમાં ઘર ખરીદવા 10 લાખની મદદ કરી હતી. આ ઘર મહિલાના નામે છે. પતિએ એક દિવસ ઇમેઇલથી છૂટાછેડાની માગણી કરી અને ઘરનો સામાન વેચીને દેશ છોડી ગયો હતો. તે ઘરનું ભાડું પણ પોતે વસૂલ કરી લેતો હતો. આ સમગ્ર મામલે મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.