ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ઘોઘા પોલીસ સ્ટેશનના જવાનોએ ગામોમાં પેટ્રોલિંગ દરમિયાન ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ઘોઘા પોલીસ સ્ટેશનના જવાનો ઘોઘા ગામે અલગ અલગ વિસ્તારમા
.
અટક કરાયેલ શખ્સોએ પોતાનું નામ રાકેશ નાનુભાઈ સોલંકી ઉંમર વર્ષ 25 તથા ધનરાજ નારણભાઈ મકવાણા ઉંમર વર્ષ 25 રહે.બંને ઘોઘા ગામ વાળા હોવાનું જણાવેલ તથા આ બંને શખ્સોના કબ્જામાંથી વિના પાસ પરમિટે ઇંગ્લિશ દારૂની બે બોટલ મળી આવી હતી, આથી પોલીસે બંને બોટલ તથા બાઇક મળી કુલ રૂપિયા 26,392ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કરી બંને વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી છે.