રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરની સામે નવી બનેલી પોલીસ કમિશનર ઓફિસની બહાર જ ધોળા દિવસે ચાર પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ પોલીસ કમિશનર દ્વારા ચારે પોલીસક
.
પોલીસકર્મીઓનો દારુ પીતો વીડિયો વાયરલ થયો હતો મળતી માહિતી પ્રમાણે દશેરાના તહેવાર નિમિત્તે શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર પાસે નવી પોલીસ કમિશનર ઓફિસમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં શસ્ત્ર પૂજન કરવા માટે ગયા હતા. આ દરમિયાન પોલીસ હેડ ક્વાર્ટરની સામેના ભાગે જ ફૂટપાથ ઉપર એક બાઈક પર દારૂની બોટલ અને ગ્લાસ સાથે ચાર જેટલા પોલીસ કર્મચારીઓ દારૂની મહેફીલ માણતા હોવા અંગેનો વીડિયો વાયરલ થયો હતો. હાથમાં ગ્લાસ સાથે પોલીસ કર્મીઓ મહેફિલ માણતાં હોવાના પગલે પોલીસ દોડતી થઈ હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી પોલીસ કમિશનર ઓફિસની બહાર જ જાહેરમાં દારૂની મહેફીલ ચાલતી હોવા અંગેના વીડિયો વાયરલ થતાની સાથે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાની પરિસ્થિતિની જેમ માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ અને એલ ડિવિઝન એસીપી તાત્કાલિક ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યા હતા. ઘટનાસ્થળ પાસે કચરાપેટીમાંથી પણ નાની નાની પાંચથી સાત દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસમાં હેડ ક્વાર્ટર અને મણિનગર તેમજ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કર્મચારીઓ હોવાનું સામે આવ્યું હતું
બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી જાહેરમાં દારૂની મહેફીલ માણવા મામલે ચાર પોલીસ કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિ સહિતના લોકો વિરુદ્ધ માધુપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરમાં દારૂની મહેફિલ માણવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ASI સહિત ફૂટપાથ પર વાણંદનો ધંધો કરતા એક શખસ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે હજી પોલીસ કમિશનર ઓફિસ નવી જ બની છે અને તેની સામે જ આવી પ્રવૃત્તિ શરૂ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીના નામ
– વિનોદભાઈ રત્નાભાઈ ડામોર (ASI)(રહે.દેવજીપુરા પોલીસ લાઇન માધવપુરા) નોકરી :- એમ.ટી.૨ પોલીસ હેડક્વાટર્સ શાહીબાગ અમદાવાદ શહેર હાલ નોકરી. વન ગાડી ડ્રાઇવર મણીનગર પોલીસ સ્ટેશન
– જુજારભાઇ શંભુસિંહ પગી (હેડ કોન્સ્ટેબલ) (રહે. નવા ચાર માળીયા પોલીસ મુખ્ય મથક) નોકરી :- એમ.ટી લોકલ પોલીસ હેડક્વાટર્સ શાહીબાગ અમદાવાદ
– રાજુભાઇ કેવલસંહ બારીયા (પોલીસ કોન્સ્ટેબલ) (રહે.દેવજીપુરા નવી પોલીસ લાઇન માધવપુરા) નોકરી :- એફ/૪ કંપની શાહીબાગ મુખ્ય મથક અમદાવાદ શહેર
– અમિતસિંહ ગંભીરસિંહ ગોલ (રહે. 10 માળીયા પોલીસ હેડક્વાટર્સ શાહીબાગ)
નોકરી :- વન ગાડી ડ્રાઇવર સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ
વિડીયોમાં બતાવેલા મો.સા માલિકનું નામ
– સંજયભાઇ મહેશકુમાર નાઇ (ઉ.વ.41 ધંધો.વાળંદ રહે.સી/૫૦૧ ગણેશ હાઇટ્સ કર્ણાવતી ચાર રસ્તા નારોલ)