Jamnagar Liquor Crime : જામનગર શહેર-જિલ્લામાં પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ પર તવાઈ હાથ ધરી હતી. જેમાં 6 મહિલા સહિત નવ શખ્સ સામે ગુનો નોંધી દેશી દારૂ અંગેનો મુદામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેણાંક ઝૂંપડામાંથી બેડી મરીન પોલીસે દરોડા દરમિયાન બે લીટર દેશી દારૂ, દેશી દારૂ બનાવવાના સાધનો એમ કુલ મળી રૂા.550ના મુદામાલ જપ્ત કર્યો હતો અને જાનવીબેન રાહુલભાઈ સાડમિયા નામની મહિલાને નોટીસ આપી મુક્ત કરેલ. આજ વિસ્તારમાં ધનીબેન રવિભાઈ સાડમિયા નામની મહિલાના કબ્જામાંથી રૂા.650ની કિંમતનો દેશી દારૂ અંગેનો મુદામાલ મળી આવતાં તેણીને પણ નોટીસ આપી મુક્ત કરેલ છે.
આ ઉપરાંત ગુલાબનગર વિસ્તારમાંથી ભાવનાબેન પ્રવીણભાઈ નામની મહિલાના કબ્જામાંથી દેશી દારૂનો રૂપિયા 950ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને તેણીને પણ નોટીસ આપી મુક્ત કરેલ છે. જામનગરમાં મારવાડીવાસ ખાતેથી સિટી એ પોલીસે દરોડા દરમ્યાન દેશી દારૂ અંગેનો રૂપિયા 1255 ની કિંમતનો મુદામાલ કબ્જે કરી લક્ષ્મીબેન ગંગારામ રાઠોડને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાંથી દરોડા દરમિયાન દેશી દારૂ અંગેનો રૂા.2100નો મુદામાલ કબ્જે કર્યો હતો અને રામપ્યારી સોલંકી નામની મહિલાને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાંથી સિટી સી પોલીસે દેશી દારૂ અંગેનો રૂા.2950નો મુદામાલ કબ્જે કરી જયોતીબેન ગોપાલભાઈ કોળી નામની મહિલાને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના રણજિસાગર રોડ પરથી સિટી એ પોલીસે દરોડા દરમ્યાન કુલ મળી રૂા.2260ની કિંમતનો દેશી દારૂ અંગેનો મુદામાલ કબ્જે કર્યો હતો અને રાજમલ વિજાણી તથા આલાભાઈ રવશી નામના બન્ને શખ્સને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાલપુરના પીપળીમાંથી પોલીસે રૂા.200ની કિંમતનો દેશી દારૂ અંગેનો મુદામાલ કબ્જે લઈ પુના ખીમાસુર નામના શખ્સને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
જોડિયામાં રહેતા દિનેશપરી મગનપરી ગોસાઈ નામના શખ્સની પોલીસે દરોડા દરમ્યાન દેશી દારૂના રૂા.1110ની કિંમતના મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.