Updated: Dec 15th, 2023
પ્રમુખ પદ વચ્ચે ત્રણ ઉમેદવારો મેદાનમાં: જ્યારે 1237 મતદારો નોંધાયા
જામનગર, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર
જામનગરમાં આજે બાર એસો. ના નવા વર્ષના હોદ્દેદારો માટેની ચૂંટણીની પ્રક્રિયાનો વક્રીમ મંડળની ઓફિસમાં પ્રારંભ થયો છે, અને કુલ ૧૨૩૭ સભ્યો નોંધાયેલા છે. જેના દ્વારા મતદાનની પ્રક્રિયા શરૂ કરાઇ છે. પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે ઉપપ્રમુખ અને સેક્રેટરી બિન હરીફ જાહેર થયા છે.
જામનગર બાર એસો. ના નવા વર્ષના હોદ્દેદારો માટેની ચૂંટણીની પ્રક્રિયાઓ નો આજે સવારે બાર એસોસિએશનની ઓફિસમાં પ્રારંભ થયો હતો, અને તેમાં ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી કમિશનર તરીકે કે.ડી. ચૌહાણ તેમજ જોઈન્ટ કમિશનર તરીકે બી.ડી. ગોસાઈ અને મિહિર નંદા સેવા આપી રહ્યા છે.
પ્રમુખ પદ માટે આ વખતે વર્તમાન પ્રમુખ એડવોકેટ ભરત સુવા, તેમજ એડવોકેટ અનિલ જી. મહેતા, અને એડવોકેટ નયન એમ. મણિયાર દાવેદારી કરી રહ્યા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી તરીકે મનોજ ઝવેરી બિનહરી થયા છે.
આ ઉપરાંત જોઈન્ટ સેક્રેટરી તરીકે દીપ શૈલેષભાઈ ચંદારાણા, દીપકકુમાર ગચ્છર, જીતેન્દ્રભાઈ સોનગર ગોસાઈ ચૂંટણી લડી રહ્યા છે. જયારે લાઇબ્રેરી સેક્રેટરીમાં બ્રિજેશકુમાર ત્રિવેદી, અને રાહુલ ચૌહાણ ચૂંટણી મેંદાનમાં છે. ખજાનચીમાં એજાદ અનવર માજોઠી તેમજ અસરફઅલી ગોરી અને રુચિર આર. રાવલ ઉમેદવાર તરીકે છે. જે તમામ બેઠકો માટેની મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, અને સાંજે જ મતગણતરી કરાયા પછી પરિણામો જાહેર કરાશે.