પોરબંદર મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. કમિશનરની સૂચના બાદ હાઉસ ટેક્સ વિભાગે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરી હતી.
.
નવા કુંભારવાડા, ભાટીયા બજાર અને વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં 21 બિન-રહેણાંક મિલકતોમાં વેરા વસૂલાત માટે કાર્યવાહી કરવામાં આવી. આમાંથી 17 મિલકત માલિકોએ સ્થળ પર જ રૂ.1,64,600ની રકમ ભરપાઈ કરી દીધી હતી. જ્યારે બાકીના ચાર મિલકત માલિકો રૂ. 3,81,779નો વેરો ન ભરતાં તેમની મિલકતો સીલ કરવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનો વેરો વસૂલવાનો બાકી છે. છાયા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનરના નેતૃત્વમાં વેરા વસૂલાત માટે આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કડક કાર્યવાહીથી વેરો ન ભરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને પાલિકાની તિજોરીમાં આવક વધી રહી છે.