ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં વીજળીની હાઈટેનશન લાઈનમાંથી પતંગ કાઢવા જતા દાઝી જતા એક 13 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું. સચિનમાં કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પ
.
ઘર નજીકથી પસાર થતી વીજલાઈનમાં કરંટ લાગ્યો મળતી માહિતી પ્રમાણે, પીન્ટુ ચૌધરી સચિન ક્રિષ્ના નગરમાં રહે છે અને સચિનની મિલમાં મજૂરી કામ કરી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. ચાર સંતાનોમાં મોટો દીકરો પ્રિન્સ (ઉ.વ.13) ધોરણ-4માં અભ્યાસ કર્યો હતી. ગતરોજ(બુધવારે) સ્કુલેથી આવ્યા બાદ પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. એક કલાક પછી ચિચયારી સાંભળી દોડીને ગયા તો પ્રિન્સ મકાન બહારથી જતી હાઈટેનશન લાઈનના કરંટથી ગંભીર રીતે દાઝી ગયો હતો. તપાસ કરતા ખબર પડી કે પ્રિન્સ 18000 વોટની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા વીજકરંટથી દાઝી ગયો હતો. 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવતા તેની હાલત ગંભીર હોવાનું તબીબો એ જણાવીને દાખલ કરી દીધો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
દોરીમાં પાવર પસાર થતા વીજકરંટ લાગ્યો- પિતા પિતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો. ત્યાં નજીકમાં જ હાઈ ટેન્શન લાઈન આવેલી છે. મારા દીકરાનો પતંગ લાઇનમાં ફસાઈ ગયો હતો. તેને કાઢવા જતા દોરીમાં પાવર આવી ગયો હતો અને બ્લાસ્ટ થયો હતો અને તે દાઝી ગયો હતો. ત્યારબાદ તેને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી હતી જો કે તેણે સવારે દમ તોડી દીધો હતો.