કોઈપણ ઘરમાં જયારે આધારભુત પરિવારજન છીનવાઈ જાય ત્યારે એ પરિવાર નોધારો બની જતો હોય છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પરિવારને બહાર લાવવા અને તેમને આર્થિક સહયોગ આપવા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજનામાં 18 થી 55
.
મિનિમમ પ્રીમિયમ ભરવાનું આયોજન પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના હેઠળ અત્યારે સુરત શહેર પૂરતું સીમિત રાખવામાં આવ્યું છે જેમાં 18 થી 55 વર્ષના વ્યક્તિઓનો સમાવેશ થાય છે કે જે આ યોજનાનો લાભ લઈ શકશે. PPSK એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેમાં પોતાની ઓળખ ના કેટલાક પુરાવા આપીને સભ્યો નોંધણી કરાવી શકાશે. અલગ અલગ વય જૂથ માટે અલગ અલગ વર્ષનું પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યું છે. 18 થી 30 વર્ષના હશે તો વર્ષે બે હજાર 31 થી 45 વહી હશે તો વર્ષે 2500 રૂપિયા અને 46 થી 55 હશે તો વર્ષે 3000 રૂપિયા તેમજ વહીવટી ખર્ચ રૂ.100 આપવાનો રહેશે. સમગ્ર પૈસાની આપ લે ઓનલાઇન થી જ કરવામાં આવશે જેથી કરીને સંપૂર્ણપણે પારદર્શિતા જળવાશે.
એક લાખ લોકોનો સંપર્ક કેવી રીતે થશે પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના અંતર્ગત 2000 સભ્યોની એક ટીમ તૈયાર કરવામાં આવશે. જેમાં 100 સુરક્ષા સારથી હશે. એક સુરક્ષા સાથેની સાથે 20 સુરક્ષા કર્મયોગી જોડાશે. આ સુરક્ષા કર્મયોગીઓ સુરત શહેરના લોકોનો સતત સંપર્ક કરતા રહેશે અને તેમને આ એપ્લિકેશન હેઠળ સભ્ય નોંધણી કરવાનો પ્રયાસ કરશે અત્યારે આ યોજના માત્ર સુરત શહેર પૂરતી મર્યાદિત રાખવામાં આવી છે ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં પણ તેને વ્યાપક પ્રમાણમાં લોન્ચ કરવામાં આવશે.
રકમ કેવી રીતે અપાશે આ યોજના અંતર્ગત કુદરતી કે આકસ્મિક મૃત્યુમાં મરણ જનારને મૃત્યુના 7 દિવસમાં રૂપિયા 5 લાખ આપવામાં આવશે ત્યારબાદ ડેથ સર્ટિફિકેટ તૈયાર થઈ ગયા બાદ ફરીથી પાંચ લાખ આમ કુલ 10 લાખ રૂપિયા જે પણ આ યોજના હેઠળ સભ્ય નોંધણી કરાવશે તેને આપવામાં આવશે. સભ્ય નોંધણી થઈ ગયા બાદની પ્રોસેસ ખૂબ જ સરળ રાખવામાં આવશે અને મૃત્યુ બાદ પણ પરિવારજનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે રીતે ઝડપથી રૂપિયા પણ ચૂકવી દેવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજી શેઠા, રાજ્ય સભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા તેમજ અન્ય સુરત શહેરમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓની હાજરી નોંધનીય રહી હતી કાર્યક્રમ દરમિયાન જ ઘણાખરા ડાયમંડ ફેક્ટરી ના સંચાલકો દ્વારા પોતાના ફેક્ટરીમાં કામ કરતા રત્ન કલાકારોનો પ્રીમિયમ પોતે જ ભરી દેશે તે પ્રકારની પણ જાહેરાત કરવામાં આવી હતી જેથી કરીને તેઓ આર્થિક રીતે સુરક્ષિત થાય. રત્ન કલાકારો આમ પણ આર્થિક મંદીમાં સપડાતા હોય છે ત્યારે તેમનું જીવન ખૂબ જ કપરુ થઈ જતું હોય છે જો આકસ્મિક કે કુદરતી મૃત્યુ બાદ તેમના પરિવારને 10,00,000 સુધીની સહાય મળતી હોય તો તેમના માટે ઘણી મદદરૂપ થઈ શકે છે. કેટરીના સંચાલકો દ્વારા જ પોતાના રત્ન કલાકારો માટે પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.