બોડેલી-નખત્રાણા GSRTC બસમાં મુસાફરી કરી રહેલી મહિલાને સૂરજબારી ટોલ પ્લાઝા નજીક પ્રસૂતિની પીડા શરૂ થઈ. બસના ડ્રાઈવર દિનેશ ભદ્રુ અને કન્ડક્ટર મંગલભાઈ રાઠોડે તત્કાલ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતીય સામખીયાળી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસની ટીમના ઈએમટી કિરણ જોષી અને પાઈલોટ અસગર કુરેશી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. સગર્ભાની સ્થિતિ જોતાં બસમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. ઈએમટી દ્વારા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદના 108ના ERCP ડૉ. કૃષ્ણાની માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પુત્રનો જન્મ થયો હતો. માતા પાસે મમતા કાર્ડ કે અન્ય રિપોર્ટ્સ ન હોવાથી અને બાળકનું વજન ઓછું હોવાથી પ્રથમ ભચાઉ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભુજ જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. 1 08ની ટીમે માતા અને બાળક બંનેને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા. પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણા અને EME હરેશ વાણીયાએ સામખીયાળી 108 ટીમની કામગીરીને બિરદાવી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન બસમાં સવાર મુસાફરો અને સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી.
Source link