વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2024-25ના વર્ષનું રીવાઈઝડ તથા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર તૈયાર કરી સ્થાયી સમિતિમાં રજૂ કરવાનું હોવાથી અંદાજપત્ર તૈયાર કરવા જમા તથા ખર્ચના આંકડા અંગેની માહિતી રજૂ કરવા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચના મુજબ એકાઉન્
.
2025-26માં થનાર ખર્ચનો અંદાજ લખવાનો રહેશે આ સૂચનાઓ આધારે દરેક શાખાએ ખર્ચના અંદાજી આંકડાનું અંદાજપત્ર માહિતી સાથે ફોર્મ ‘એ’માં ભરીને મોકલવાનું છે. ફોર્મમાં 2024-25 સાલનો મંજૂર થયેલ અંદાજ 2024-25ના એપ્રિલથી ઓક્ટોબર સુધીના થયેલ ખરેખર ખર્ચ, રવાના કરેલ રકમ અને નવેમ્બરથી માર્ચ સુધી થનાર સંભવિત ખર્ચનો અંદાજ અને સને 2025-26માં થનાર ખર્ચનો અંદાજ લખવાનો રહેશે.
તસલમાતોની જમા ખર્ચ માર્ચ 2025 પહેલાં કરાવી દેવાની રહેશે આ અનુસંધાને નિભાવણીના સદરોમાં ખાસ નિભાવણી અને સામાન્ય નિભાવણી એવા બે ભાગ કરી તેમાં નિભાવણી,લાઈટબીલ, સ્ટોર્સ દ્વારા ખરીદી એવા ત્રણ ભાગમાં માહિતી મોકલવાની રહેશે. 2024-25માં મંજૂર અંદાજ કરતા રીવાઈઝડ અંદાજમાં કે નવીન વર્ષના બજેટમાં વધારે રકમની માંગણી કયા કારણોસર કરવામાં આવેલી છે? તેની સ્પષ્ટતા શેરાના કોલમમાં અવશ્ય કરવી. ખર્ચ અંગે વધઘટના કારણો દર્શાવલા ન હોય એવી આઈટમોમાં વધારાની જોગવાઈ કરવામાં આવશે નહીં. કેપિટલ બજેટમાં પણ વિગતવાર માહિતી આપવાની રહેશે. વર્ષ 2024-25ના બજેટમાં પાછલી તા.1-9-1997 પહેલાની તસલમાતોના જમા ખર્ચ કરવા માટે જોગવાઈ કરવામાં આવેલી છે, જે-તે ખાતાઓએ તેમની પાછલી તસલમાતોની જમા ખર્ચ માર્ચ 2025 પહેલાં કરાવી દેવાની રહેશે. કેન્દ્ર/રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં મંજૂર થયેલ DPRમાં સમાવિષ્ટ હોય એવા કામો કેપિટલ બજેટ હેઠળની કામોની યાદીમાં સામેલ કરવાનો રહેશે નહી અને અગાઉ સમાવેશ કરાયેલ હોય તો એવા કામો તારવી યાદીમાંથી કમી કરવાની કાર્યવાહી કરવાની રહેશે.
ખરેખર ખર્ચને ધ્યાને રાખીને બજેટની ફાળવણી કરાશે જો આ બજેટની માંગણી ગત વર્ષથી વધુ હોય તો તે અંગેના કારણો ફરજિયાતપણે દર્શાવવાનાં રહેશે. માંગણીને વ્યાને રાખી/ચર્ચા કરી/ગત ત્રણ વર્ષોના ખરેખર ખર્ચને ધ્યાને રાખીને બજેટની ફાળવણી કરવામાં આવશે. બજેટમાં જોગવાઈ કર્યા સિવાયનો કોઈપણ કામે ખર્ચ કરવાનો નથી. છતાં બજેટની જોગવાઈ સિવાયનો તસલમાત ખર્ચ કેટલો કરવાનો છે તે અને તેવા કામોનું પત્રક આપવું. માહિતી ડિસેમ્બર 2024 પહેલાં મોકલી આપવાની રહેશે.