રાજકોટ સહિત રાજ્યભરમાં આવતીકાલથી પોલીસ કોન્સ્ટેબલ અને PSI બનવા માટેની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. ત્યારે રાજકોટમાં મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં આ પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે પ્રથમ દિવસે 700 મહિલા ઉમેદવારો આ પ
.
બે માસ સુધી શારીરિક ક્ષમતા કસોટી લેવાશે રાજકોટના મવડી પોલિસ હેડ ક્વાટર ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અહીં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી મહિલા ઉમેદવારોની એન્ટ્રી કરવામાં આવશે. જેમાં આવતીકાલે પ્રથમ દિવસે 700 જેટલા ઉમેદવારો શારીરિક ટેસ્ટ માટે નોંધાયેલા છે. જવાની સવારે એન્ટ્રી બાદ તમામ ઉમેદવારોને ચેસ નંબર આપવામાં આવશે અને ત્યારબાદ તેના પગમાં ડિજિટલ ચીપ બેસાડવામાં આવશે. જેના આધારે તેની દોડ ચોક્કસ કેટલી મિનિટમાં પૂર્ણ થાય છે તે જોઈ શકાશે. જો મહિલા ઉમેદવારોએ 9.30 મિનિટમાં દોડ પૂર્ણ કરી હશે તો બાદમાં તેનુ વેઈટ અને હાઈટ માપવામાં આવશે અને તે બાદ તેઓની ટેસ્ટ પૂર્ણ થશે. આ પ્રકારે માર્ચ મહિના સુધી એટલે કે લગભગ બે માસ સુધી શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે.
ઉમેદવારો માટે સ્ટાફ તૈનાત જેની વ્યવસ્થા માટે ACP, PI સહિત 108 પોલિસ જવાનોનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત 60 જેટલા ઓપરેટર ભાઇઓ અને બહેનો એડમિનિસ્ટ્રેશનમાં રહેશે. આ સાથે જ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવશે. સાથે જ સિવિલ હોસ્પિટલના 15 જેટલા તબીબોની ટીમ પણ અહીં મુકાશે. કોઈપણ ઉમેદવારોની દોડ દરમિયાન તબિયત લથડશે તો તેઓને અહીંના મીની દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી શકાશે.
રાજ્યમાંથી 10 લાખ જેટલાં ઉમેદવારોએ અરજી કરી હતી રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી પોલીસ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તૈયારી કરાવતા એક્સપર્ટ દિનેશ કણેતે જણાવ્યું હતું કે, રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12,472 જગ્યાઓ માટે 8 મહિના પહેલા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં 12000 LRD કોસ્ટેબલ અને 472 પીએસઆઇની જગ્યા ઉપર ભરતી કરવામાં આવનાર છે. જે માટે રાજ્યમાંથી 10 લાખ જેટલાં ઉમેદવારોએ અરજી કરી હતી.
25 મિનિટમાં 5 કિમીની દોડ પૂર્ણ કરાઈ આવતીકાલથી તેના માટેની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. જેમાં પુરુષ ઉમેદવારોએ 25 મિનિટમાં 5000 મીટર એટલે કે 5 કિલોમીટરની દોડ પૂર્ણ કરવાની છે. મહિલા ઉમેદવારોએ 9.30 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરવાની રહેશે. માજી સૈનિકોએ 12.30 મિનિટમાં 2400 મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે. અગાઉ પોલીસ ભરતી માટેની જે પરીક્ષા યોજાતી હતી તેમાં શારીરિક કસોટીના માર્ક હતા, પરંતુ વર્તમાનમાં જે પરીક્ષા યોજાઈ રહી છે તેમાં શારીરિક કસોટીના કોઈ માર્ક નથી. તે માત્ર કવોલિફાઈંગ ટેસ્ટ છે.
કોન્સ્ટેબલની પરીક્ષામાં 200 માર્કની ટેસ્ટ હશે બાદમાં લેવાનારી લેખિત પરીક્ષામાં માર્કના આધારે મેરીટ બનશે. જેમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં 200 માર્કની ટેસ્ટ હશે. જે લેખિત પરીક્ષા હશે. જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટેની લેખિત પરીક્ષામાં 300 માર્કસનું પેપર રહેશે. જેમાં 1થી 200 માર્કના MCQ હશે તો 100 માર્કની લેખિત પરીક્ષા હશે. જે ફેરફાર આ વખતે પ્રથમ વખત આવ્યો છે. આ ઉપરાંત આ વખતે સમગ્ર પરીક્ષામાં પારદર્શકતા રહે તે માટે એક જિલ્લાના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા માટે જવાનું આયોજન છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જવાનું રહેશે. જ્યારે રાજકોટમાં પરીક્ષા આપવા આવનાર મહિલા ઉમેદવારો અને માજી સૈનિકો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી હશે.
ઉમેદવારો માટે બસની સુવિધા ઉભી કરવા માગ ઓપરેટર ભાઈઓની વિનંતિ હતી કે, જો મહિલા ઉમેદવારો અને તેના વાલીઓ માટે સુવાની વ્યવસ્થાના ભાગરૂપે મંડપ બાંધી દેવામાં આવે ઉપરાંત બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનથી અહીં આવવા જવા માટે કોઈ બસ મૂકવામાં આવે તો વિધાર્થીઓની તકલીફ દૂર થાય.