આવતીકાલે (16 જાન્યુઆરી)ના દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વડનગરની મુલાકાતે આવનાર છે. અમિત શાહ વડનગરમાં આકાર લઇ રહેલા મ્યુઝિયમના કામગીરીની સમીક્ષા કરશે અને ત્યારબાદ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે. શાહની મુલાકાતને હવે એક જ દિવસ બાકી છે ત્યારે વડનગર
.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરની મુલાકાતે આવનાર છે. ત્યારે આજે દિવ્ય ભાસ્કર ટીમે વડનગરની મુલાકાત લીધી હતી. અમને વડનગરમાં પ્રવેશતા જ અમિત શાહના હાર્દિક સ્વાગત કરતા બોર્ડ રોડ પર લાગેલા જોવા મળ્યા હતા અને રોડની બન્ને સાઈડોમાં જે.સી.બી દ્વારા રોડની સાઈડો સાફ કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ ડિવાઈડરને કલર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ હતી.
પ્રેરણા સ્કૂલ પરિસરમાં સફાઈ કામ યુદ્ધના ધોરણે ચાલુ આ બાદ અમે સ્પોર્ટ સંકુલના પાસે જ્યાં અમિત શાહ બપોરે 2 કલાકે જાહેર સભા સંબોધવાના છે એ સ્થળે મુલાકાત કરી તો મંડપ અને મોટો ડોમ બાંધવામાં આવી રહ્યો છે. જ્યાં પ્રાંત અધિકારી અને સ્થાનિક ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી હતી. અમિત શાહ રમત ગમત સંકુલની પણ મુલાકાત લેવાના હોવાથી ત્યાં પર રોડની બે સાઈડ પર આવેલા ફૂટપાથ અને મુખ્ય દરવાજા પર કલર કામ કરવામાં આવી રહ્યું હતું. તેમજ સફાઈ કામ પણ કરવામાં આવ્યું હતું. આ બાદ અમારી ટીમ પ્રેરણા સ્કૂલ પહોંચી તો અહીં સ્કૂલ પરિસરમાં પાણી છાટી સાફ સફાઈ કરવામાં આવી રહી હતી, તો કેટલાક સફાઈકર્મી સ્કૂલની બારીઓ સાફ કરતા જોવા મળ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રમત સંકુલનું લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ.33.50 કરોડના ખર્ચે બનેલા તાલુકાકક્ષાના રમત સંકુલ વડનગર રમત સંકુલનું લોકાર્પણ તારીખ 16 મી જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિર્મિત સંકુલમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, ફૂટબોલ, વોલીબોલ, કબડી, ખો-ખો, જુડો જેવી રમતો માટે જિલ્લા, તાલુકા અને રાજ્ય તેમજ નેશનલ કક્ષા સુધીના ખેલાડીઓને રમી શકાય તેવા મેદાનો જેવી સગવડ મળી રહેશે. આ રમતોના કોચિંગ સેન્ટરની ક્ષમતા ધરાવતું આ સંકુલ ખેલાડીઓ માટે લેન્ડમાર્ક સાબિત થાય તેવું છે જેનાથી ખેલાડીઓને માત્ર સગવડો અને સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે.
આઉટડોર-ઇન્ડોરની રમતમાં તમામ સુવિધા ઉપલ્બધ મહેસાણા જિલ્લાના વડનગરમાં કુલ 34235 ચોરસ મીટર જમીનમાં બનેલા વડનગર રમત સંકુલમાં રૂ.9.25 કરોડના ખર્ચે બનેલ મેદાનમાં આઉટડોર રમત જેવી કે 400 મી. સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, વોલીબોલ ગ્રાઉન્ડ, એસ્ટ્રોટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડ, કબડ્ડી અને ખો-ખો સહિત રમત રમાશે. રૂ.3.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મલ્ટીપર્પઝ ઇન્ડોરમાં રમતો જેવી કે બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ વિગેરે ઇન્ડોર રમતોની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. રૂ.7.01 કરોડના ખર્ચે સંકુલના કેમ્પસ ડેવલોપમેન્ટમાં સ્ટોર્મ વોટર ડ્રેઈનેજ, હેરીટેઝ મેઈન ગેટ, સિક્યુરીટી કેબીન તથા ઇલેક્ટ્રિક રૂમ, કમ્પાઉન્ડ વોલ, આંતરિક રસ્તા, જનરલ ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ તેમજ લેન્ડસ્કેપિંગની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
એથ્લેટિક્સ માટે પણ મોકળુ મેદાન મળશે આ ઉપરાંત રૂ.13.74 કરોડના ખર્ચે સંકુલમાં 200 બેડ (100 બોયઝ + 100 ગર્લ્સ) ની ક્ષમતા ધરાવતી સ્પોર્ટ્સ હોસ્ટેલની કામગીરી હાલમાં પૂર્ણ થયેલ છે. જેમાં કોચ ઓફિસ, રેક્ટર ક્વાર્ટર, વિઝીટર રૂમ, સુઈટ રૂમ, સ્પેશિયલ રૂમ, રીક્રીયેશન રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, કિચન, ડાયનીંગ રૂમ. પેન્ટ્રી, સ્ટોર રૂમ, વોશ રૂમ, ચેન્જ રૂમ તથા ટોઇલેટ બ્લોક(બોયઝ+ગર્લ્સ), સોલાર સિસ્ટમ, આર.ઓ. સિસ્ટમ, સી.સી.ટી.વી., રસોડામાં અદ્યતન ઉપકરણો જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પાછળ કુલ રૂ!.33.50 કરોડનો ખર્ચ થવા પામેલ છે જ્યાં આર્ટિફિશિયલ ગ્રાસી ફૂટબોલ મેદાન તેમજ એથ્લેટિક્સ માટે પણ મોકળુ મેદાન મળશે એમ જિલ્લા રમત ગમત અધિકારી વિરલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
‘ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કરશે એ સંકુલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાનના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે. “પ્રેરણા ” એ પ્રધાનમંત્રીએ તેઓનું પ્રારંભિક શિક્ષણ આ પરિસરમાં આવેલી શાળામાં પ્રાપ્ત કર્યું હતું. ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો છે જે એક અનુભવાત્મક જ્ઞાન રૂપી શિક્ષણ આપતો કાર્યક્રમ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં મૂલ્ય આધારિત શિક્ષણની વાત છે. તે મૂલ્ય શિક્ષણ ‘પ્રેરણા’ વડનગરથી શરૂ થઈ રહ્યું છે. આ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે. એક બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લાઓમાંથી 20 બાળકો (10 છોકરાઓ અને 10 છોકરીઓ) અને 10 ગાર્ડિયન ટીચરોનો સમાવેશ થાય છે.
ડેવલોપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડ પર કલર કામ ચાલુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગર ખાતે ડેવલોપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડની મુલાકાત લેશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 41 કરોડમાં આકાર લઈ રહેલા ડેવલોપમેન્ટ ઓફ પ્રિસિન્કડ ફસાડ રીસ્ટોરેશન પ્રાઇવેટ એન્ડ ગવર્મેન્ટ બિલ્ડીંગ અંતર્ગત વડનગરમાં 145 બિલ્ડીંગો નું પુનઃ રીનોવેશન કરાશે .જેમાં તેમાંથી વડનગરના વિરાસતને સાચવતી 15 બિલ્ડીંગો ફસાડ રીસ્ટોરેશન તૈયાર થઈ ચૂકી છે. વડનગરની વિરાસતને સંરક્ષિત રાખવા માટે Precinct/ વિસ્સ્તાર વિકાસ કાર્યો શરૂ કરવામાં આવી રહ્યા છે. વડનગરના મહત્વને દર્શાવવા માટે શહેરી મેટ્રિક્સમાં ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળો તેમજ નવી સંસ્થાકીય રચનાઓ શહેરના સામાજિક-સાંસ્કૃતિક પાસાને વધારવા અને આવા નગરો અને શહેરી વસાહતોના બિન-સ્મારક ઐતિહાસિક શહેરી માળખાના રક્ષણ અને બચાવ માટે સહાનુભૂતિપૂર્ણ શહેરી સંરક્ષણ નીતિ બનાવવામાં મહત્વપુર્ણ છે. આ Fasad Restoration, સડક નિર્માણ, ઇમારતોને પુન:ઉપયોગી બનાવવા માટે તેમનો જીર્ણોદ્ધાર પગપાળા યાત્રીઓની સુવિધા માટે સંકેતો અને શેરીઓના ફર્નિચરના સુધારા કાર્યો શરૂ કરીને, ચાર પરિસરોમાં વિરાસતના સંરક્ષણ અને વિકાસની યોજના બનાવવામાં આવી છે.